દિલ્હી-
આ વર્ષે ૨૦૨૧ માટે દુનિયાના સૌથી મોંઘા શહેરોની યાદી સામે આવી ગઈ છે. ટોપ ૧૦ રેંકીંગની વાત કરીએ તો, વિદેશી વર્કરો માટે તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્ગાબાત દુનિયાનું સૌથી મોંધુ શહેર છે. આ સર્વેમાં આવાસિય પ્રોજેક્ટ, પરિવહન,ભોજન, કપડા, ઘરેલૂ સામાન અને મોનરંજન સહિત ૨૦૦થી વધારે વસ્તુને આધાર બનાવામાં આવી છે. વાર્ષિક રિપોર્ટમાં દુનિયાના ૨૦૯ શહેરોને શામેલ કરવામાં આવ્યા હતા. આ સર્વેમાં ન્યુયોર્ક શહેરને ૧૪મું રેંકીંગ આપવામાં આવ્યુ છે.
ભારતની આર્થિક રાજધાની મુંબઈને તેમા ૭૮મું સ્થાન મળ્યુ છે. જાે કે ભારતનું તે સૌથી મોંઘુ શહેર છે. જાે કે, આ વર્ષે રેંકીંગમાં અન્ય શહેરોની સરખામણીએ ભારતીય રૂપિયો અપેક્ષા કરતા નબળો થતાં ૧૮ પોઈન્ટ નીચે ખસકી ગયું છે.દુનિયાના સૌથી મોંઘા શહેરોની યાદીમાં રાજધાની દિલ્હીને પણ જગ્યા મળી છે. આ રેંકીંગમાં દિલ્હીને ૧૧૭મો નંબર મળ્યો છે. આ યાદીમાં ભારતના કેટલાય મોટા શહેર અને મેટ્રો શહેરોનો સમાવેશ થયો છે.
મોંઘા શહેરોની યાદીમાં બેંગલુરૂ ૧૭૦માં નંબર અને કોલકાતા ૧૮૧ નંબર પર છે. તો વળી ટોપ ૨૫ની વાત કરીએ તો શાંઘાઈ, સિંગાપુર, જિનેવા, બીજિંગ, બર્નો, સિયોલ, શેન્જેન, ન્યૂયોર્ક સિટી, તેલ અવીવ, કોપેનહેગન, લંડન, લાગોસ, લોજ એંજિલ્સ, સૈન ફ્રાંસિસ્કો, તાઈપે, બિસ્કેક, લુસાસા અને જાપાનનું ઓસાકાને પણ જગ્યા મળી છે.આ રિપોર્ટમાં પાંચ મહાદ્વિપના ૨૦૯ શહેરોને શામેલ કરવામાં આવ્યા છે. સર્વેમાં ન્યૂયોર્ક શહેરને ૧૪મું સ્થાન આપવામાં આવ્યુ છે. એટલે કે, ટોપ ટેનમાં એક પણ અમેરિકી શહેર નથી. આ યાદીમાં ફ્રાન્સનું પેરિસ શહેર પણ નથી. જાે કે ભારતના હાઈટેક સિટી બેંગલુરૂને તેમા જગ્યા મળી છે. આ યાદીમાં અન્ય ભારતીય શહેરોની વાત કરીએ તો, તમિલનાડૂની રાજધાની ચેન્નઈ ૧૫૮ નંબરે છે.