આસારામના સાત દિવસના પેરોલ મંજૂર, સારવાર માટે બહાર આવશે


રાજસ્થાન:બળાત્કાર કેસમાં આજીવન જેલની સજા ભોગવી રહેલા આસારામને રાજસ્થાન હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે સારવાર માટે આસારામના ૭ દિવસના પેરોલ મંજૂર કર્યા છે. હકિકતમાં, જાેધપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા આસારામની તબિયત અચાનક લથડી હતી. જે બાદ રાજસ્થાન હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીની બેન્ચે તેને પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જવા વચગાળાના પેરોલની મંજૂરી આપી છે.

નોંધનીય છે કે, આસારામની તબિયત અચાનક લથડી ગઇ હતી, તેણે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરતાં જેલના અધિકારીઓએ તેને જાેધપુર એઇમ્સ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ બાદ દાખલ કરાયો હતો. આસારામની તબિયત ખરાબ થવાના સમાચાર સાંભળતા જ એઇમ્સ હોસ્પિટલ બહાર તેના સમર્થકોની ભીડ જામી હતી. આસારામને ૨૦૧૮માં જાેધપુરની વિશેષ ર્ઁંઝ્રર્જીં કોર્ટે તરૂણ બાળકી સાથે બળાત્કાર કરવા બદલ આજીવન જેલીની સજા સંભળાવી હતી.આસારામ ૨ સપ્ટેમ્બર ૨૦૧૩થી જેલમાં બંધ છે. પીડિતાએ તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩ની રાતે આસારેમે તેના જાેધપુર પાસેના આશ્રમમાં બોલાવી તેના પર બળાત્કાર આચર્યું હતું. પાંચ વર્ષોથી વધુ સમય ચાલેલી સુનાવણી બાદ પોક્સો અદાલતે આસારામને દોષિત ઠરાવી આજીવન જેલની સજા આપી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution