ભૂગર્ભ ગટરના ચેમ્બર પર ઢાંકણું નહીં હોવાથી અહીંથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓને અકસ્માત થવાનો ભય

શહેરા

શહેરા નગરમાં સિંધી ચોકડી થી સરકારી વિનયન કોલેજ તરફ જવાના માર્ગ ઉપર ભૂગર્ભ ગટરના ચેમ્બર પર ઢાંકણું નહીં હોવાથી અહીંથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓને અકસ્માત થવાનો ભય રહેલો હોય છે. જોકે પાલિકા તંત્ર આ બાબતે જાણતુ હોવા છતા પોતાની નૈતિક ફરજ ક્યારે બજાવશે એ તો જોવુજ બની રહયુ છે.

શહેરા નગરમાં સિંધી ચોકડી થી સરકારી વિનયન કોલેજ તરફ જવાના રસ્તા ઉપર ભૂગર્ભ ગટરના ચેમ્બર પર ઢાંકણુ જોવા મળી રહયુ નથી, લોકસભાની ચૂંટણીની કામગીરી સરકારી વિનિયન કોલેજ ખાતે હોવાથી અહીં સતત વાહનોની અવરજવર રહેતી હોવાથી ખુલ્લી ભૂગર્ભ ગટરની ચેમ્બરમાં કોઈ વાહન ચાલક તેમજ રાહદારી પડી શકે તેવી શક્યતાઓ પણ રહેલી છે.જોકે ભૂગર્ભ ગટરના ચેમ્બરમાં ઢાંકણુ નહિ હોવાથી પશુ પણ પડી જવાની ઘટના બની હોવાનું સ્થાનિક નગરજન પાસેથી જાણવા મળેલ હોય તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા આ બાબતે કોઈ ગંભીરતા નહી લેવામાં આવવાના કારણે હાલ પણ આ ભૂગર્ભ ગટરના ચેમ્બર ઉપર ઢાંકણું નહીં હોવાથી પસાર થતા વાહન ચાલકોને સતત અકસ્માત થવાનો ડર રહેતો હોવા સાથે છૂપો આક્રોશ પણ આ સામે જોવા મળે તો નવાઈ નહી. જાગૃત નાગરીક દ્વારા ડામર રસ્તા પર આવેલી ભૂગર્ભ ગટરના ચેમ્બરની આજુબાજુ પથ્થર ગોઠવીને વાહન ચાલક કે પછી રાહદારી અંદર પડી જાય નહી એ માટેના પ્રયાસો કરવામાં આવ્યા હોય પરંતુ રાત્રિના સમયે કોઈ અહીં કોઈ ઘટના બની શકે તેવી પરિસ્થિતિ રહેલી હોય ત્યારે સંબંધિત તંત્ર પોતાની નૈતિક ફરજ અહીં બજાવે તેવી આશા વાહન ચાલકો અને નગરજનો રાખી રહ્યા હતા. લોકસભાની ચૂંટણીની કામગીરી દરમિયાન આ રસ્તા પરથી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ ની અવરજવર રહેતી હોવા છતાં રસ્તા પરની ખુલ્લી ભૂગર્ભ ગટરની ચેમ્બરની આજુબાજુ ગોઠવેલા પથ્થર તેમને જોવા નહીં મળેલ હોય એવા અનેક સવાલો જાગૃત નાગરિકોમાં ચર્ચાઇ રહયા હતા. લોકસભાની ચૂંટણીની કામગીરીમાં 286 મતદાન મથક પર ફરજ બજાવનાર સ્ટાફ પણ આ રસ્તા પરથી જ પસાર થવાના હોય ત્યારે તાત્કાલિક ભૂગર્ભ ગટરના ચેમ્બરનું ઢાંકણું સહિતની જરૂરી કામગીરી કરવા પ્રાંત અધિકારી આદેશ કરે તે પણ જરૂરી છે..


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution