અમદાવાદ, પેપરલીક કાંડ મામલે જેલમાં બંધ ૫૫ આપના નેતાઓને જેલમાંથી મુક્તિ મળી છે. જેલમાં અગિયાર દિવસ વિતાવ્યાં બાદ તેઓ જેલમુક્ત બન્યાં છે. ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલે ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, નિખિલ સવાણી સહિતના નેતાઓ-કાર્યકર્તાઓની ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા ૧૧ દિવસથી જેલમાં રહેલા ‘છછઁ’ના નેતાઓ અને કાર્યકર્તાઓના જામીન ગાંધીનગર સેશન કોર્ટે મંજૂર કરતાં સવારે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના તમામ ૫૫ નેતાઓ સાબરમતી જેલમાંથી બહાર આવ્યા છે. જેલના દરવાજે પરિવારજનો આતુરતાથી તેમની બહાર આવવાની રાહ જાેઈ રહ્યા હતા.આપના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે,જેલમાં આવ્યા એનો અમને આનંદ છે. જેલમાં રહીને પણ નવયુવાનો માટે લડતા હતા. આખો દિવસ આ મામલે પણ ચર્ચાઓ કરતા હતા. પેપર કાંડમાં હજી સુધી મુખ્ય આરોપીઓ ફરાર છે અને હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા નથી. ગુજરાતના નવ યુવાનોના માતા-પિતાને વચન આપીએ છીએ કે અમે નવયુવાનો માટે જેલમાં ગયા છીએ તમે અમને સાથ આપજાે અને કોઈ વાતમાં ભરમાશો નહી.જ્યારે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, ભાજપના ભ્રષ્ટાચાર કરવા વાળા મહેલમાં છે અને લડવાવાળા જેલમાં છે. આ લડાઈ અમારી ચાલુ જ રહેશે.