૯૩ કિશોરી સહિત ૧૪૯ જેટલી મહિલાઓ બળાત્કારનો ભોગ બની

નવી દિલ્હી: કોલકાતામાં ૯મી ઓગષ્ટે ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર પછી હત્યાની ઘટના બની હતી. આ ઘટના પછી મહિલાઓની સુરક્ષાને લઈને દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે. આ દરમિયાન એક મહત્વની સંસ્થાએ મીડિયા અહેવાલોના આધારે દેશભરમાં બળાત્કારના કેસોનો એક રિપોર્ટ જાહેર કર્યાે છે. આ રિપોર્ટ પ્રમાણે, ૧લી જુલાઈથી ૩૧ ઓગષ્ટના સમયગાળામાં એટલે કે છેલ્લા બે મહિનામાં દેશમાં બળાત્કારની ૧૪૯ ઘટના બની છે, જેમાં ૯૩ કિશોરી શિકાર બની છે. એક રિપોર્ટ પ્રમાણે, બે મહિનામાં દેશભરમાં બળાત્કારના ૧૪૯ મામલા સામે આવ્યા છે. એમાંથી ૯૩ મામલા ૧૩થી ૧૮ વર્ષની વચ્ચેની કિશોરીઓ સાથે બન્યા છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે જાતીય શોષણનો શિકાર બનનારી સૌથી ઓછી વયની બાળકી ફક્ત ૧૮ મહિનાની હતી. ચિંતાજનક બાબત એ છે કે મોટાભાગના મામલામાં પીડિત સગીરા છે, જેઆ રિપોર્ટમાં ચોંકાવનારી બાબત પણ સામે આવી છે કે બળાત્કાર કે જાતીય શોષણના ૬૨ ટકા મામલામાં આરોપી પીડિતાના ઓળખીતા કે સંબંધીઓ હતા. આ દર્શાવે છે કે ઘર અને પરિવારની અંદર પણ બહેન-દિકરી કે મહિલાઓની સુરક્ષાને ગંભીર ખતરો છે. આ પેટર્ન રાષ્ટ્રીય સ્તર પર સુરક્ષાના ઉપાયોની કમી અને સામાજિક જાગૃતિની જરુરિયાતને ઉજાગર કરે છે. મહારાષ્ટ્રના થાણે, ઉત્તરપ્રદેશના બલિયા અને દિલ્હીમાં સૌથી વધુ બળાત્કારની ઘટના બની છે. દેશભરમાં બની રહેલી બળાત્કારની ઘટનાઓ અને તેમાં સંબંધીઓ મુખ્ય આરોપી હોવાના મામલાઓ પછી મહિલાઓ અને યુવતિઓની સુરક્ષા માટે વધુ આકરા કાયદા બનાવવાની માંગ જાેર પકડી રહ છે. નિષ્ણાતોનું માનવું છે કે આ રિપોર્ટ એ બાબત તરફ ઈશારો કરે છે કે ફક્ત કાયદા બનાવવા એ પુરતું નથી, પરંતુ તેનો સખત રીતે અમલ અને સમાજમાં જાગૃતિ વધારવી પણ જરુરી છે. અહીંયા નોંધવું રહ્યું કે, મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ બંગાળ વિધાનસભાએ ત્રીજી સપ્ટેમ્બરે એન્ટિ-રેપ બિલ પાસ કર્યું છે. આ નવા કાયદા અંતર્ગત, બળાત્કારના મામલાની તપાસ ૨૧ દિવસની અંદર પુરી કરાશે. આ ઉપરાંત, જાે પીડિતા કોમામાં જાય છે કે તેનું મોત થાય છે, તો દોષિતને ૧૦ દિવસની અંદર ફાંસીની સજા અપાશે. આ કાયદો ન્યાય પ્રક્રિયાને ઝડપી અને સખત બનાવવાનો પ્રયાસ કરે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution