LRD બાબતે ,સરકાર ફરી એક વાર ઘેરામાં

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના સંકટ વચ્ચે રાજ્ય સરકાર સામે LRD ભરતી મામલે પુરુષ ઉમેદવારો દ્વારા ફરીથી આંદોલન કરવાની ચીમકી આપી છે. રાજ્યના પાટનગર ખાતે પુરુષ ઉમેદવારો રજૂઆત કરવા પહોંચે તે પહેલાજ અટકાયત કરી દેવામાં આવી છે. લોકરક્ષક દળની પરીક્ષા મુદ્દે ગાંધીનગરમાં ફરી એક વખત આંદોલન કરવામાં આવશે તેવું હાલ લાગી રહ્યું છે.રાજ્યમાં LRD ભરતી મામલે ફરીથી આંદોલનના ભણકારા વાગી રહ્યાં છે. LRD પુરૂષ ઉમેદવારો સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. પુરુષ ઉમેદવારો રજૂઆત કરવા પહોંચે તે પહેલા જ અટકાયત કરવામાં આવી છે. પોલીસે પાટનગર ગાંધીનગર પહોંચેલા પુરુષ ઉમેદવારોની અટકાયત કરી છે. જેમાં જગ્યાઓ વધારવાની પુરૂષ ઉમેદવારો માગ કરી રહ્યાં છે. મહિલા ઉમેદવારોની જેમ જગ્યા વધારવાની માગ કરી રહ્યાં છે. આ ઉમેદવારો મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલ તેજ ગૃહરાજ્યમંત્રીને રજૂઆત કરવાના હતા. પ્રાપ્ત મળતી વિગત અનુસાર ગાંધીનગર ખાતે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલા ઉમેદવારો દ્વારા જણાવામાં આવ્યું છે કે જો સરકાર દ્વારા કોઇ આ માગ પર વિચાર નહીં કરવામાં આવે તો આગામી સમયમાં પાટનગર ખાતે ફરીથી આંદોલન મોટા પાયે કરવામાં આવશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution