અરવિંદ કેજરીવાલ આજે સાંજે મુખ્યમંત્રીપદેથી રાજીનામું ધરી દેશે


નવી દિલ્હી:દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આજે તેમણે રાજીનામું આપવા માટે સમય માંગ્યો છે. તેમને કાલે સાંજે સમય મળ્યો છે. આ પહેલા તેમણે પીએસીની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વર્તમાન કેબિનેટના તમામ મંત્રીઓ હાજર રહ્યા હતા. અરવિંદ કેજરીવાલે નવા મુખ્યમંત્રીને લઈને વન ટુ વન ચર્ચા કરી છે. આ બેઠકમાં નવી સરકારના સંભવિત નેતૃત્વ અંગે ઉંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. સીએમ કેજરીવાલે સ્પષ્ટ કર્યું કે તેઓ તેમના રાજીનામાને લઈને કઠિન ર્નિણય પર છે અને પાર્ટીને મજબૂત નેતૃત્વ આપવા માંગે છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સૌરભ ભારદ્વાજે ૧૬ સપ્ટેમ્બરે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, ‘ભારતીય જનતા પાર્ટી સામે ભારે નારાજગી છે. તેઓ ચૂંટાયેલા મુખ્ય પ્રધાનની પાછળ ગયા છે અને તેમની તમામ શક્તિનો ઉપયોગ કર્યો છે. જ્યારે તેઓ (કેજરીવાલ) જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે સત્તાનો આનંદ માણ્યો ન હતો. તેમણે કહ્યું કે જ્યાં સુધી જનતા પૂછશે નહીં ત્યાં સુધી હું સત્તાની આ ખુરશી પર બેસીશ નહીં. સૌરભ ભારદ્વાજે કહ્યું કે કેજરીવાલને વડાપ્રધાનના ઈશારે ફસાવવામાં આવ્યા અને તેમના ષડયંત્રનો પર્દાફાશ થયો. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને મળવા માટે સમય માંગ્યો હતો. તેને કાલે સાંજે સમય મળ્યો છે. જાે સૂત્રોનું માનીએ તો, અરવિંદ કેજરીવાલ એલજીને મળશે અને તેમને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની માહિતી આપશે. આવતીકાલ મંગળવારના રોજ તેઓ મુખ્યમંત્રીપદ પરથી રાજીનામું આપી શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution