અમદાવાદ-
અમદાવાદ ખાતે આજે કેજરીવાલ આવી પહોચ્યા છે આજે કેજરીવાલ એ નવરંગપુરમાં પ્રદેશ કાર્યાલયનું ઓપનિંગ કર્યું હતું. આજે કેજરીવાલને મળવા માટે અનેક કાર્યકરો અને આગેવાનો પહોચી ગયા હતા . અનેક ફેન્સ પણ આજે કેજરીવાલને મળવા માટે પહોચ્યા હતા. કેજરીવાલે પ્રદેશ કાર્યાલયના ઓપનિંગ બાદ સર્કિટ હાઉશ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં કેજરીવાલે સરકાર પર અનેક ફરાઓ કર્યા હતા. બાદમાં કેજરીવાલે આજે સર્કિટ હાઉશ માં ગુજરાતી ભોજન લીધું હતું. કાર્યકરો સાથે આજે કેજરીવાલે સાદું ભોજન લીધું હતું
ભોજન માં તેમણે મગનું શાક, રોટી, દાળ ભાત, છાશ અને પાપડ જેવુ સાદું ભોજન તેમણે આજે લીધું હતું. ભોજન બાદ તેઓ સંગઠન અને પરદેશની ટીમો સાથે બેઠક યોજી હતી જેમાં આવનારી 2022 ની વિધાનસભાની ચુંટણીમાં કેવી રણનીતિ રહશે સુરત બાદ બીજા જિલ્લા અને મહાનગરોમાં આપણે કેવી રીતે આગળ લાવી શકાય તે માટે તેઓએ ચર્ચા કરી હતી. સાંજે 5 વાગે તેઓ અમદાવાદ થી દિલ્હી જવા રવાના થસે.