કબરમાંથી નીકળશે અરુણની લાશ ઃ ઝેર ઉતારવા તાંત્રિક વિધિ કરાવતાં પુત્રનું મોત, પિતા -કાકાની ધરપકડ


ગુજરાત રાજ્યમાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદાનું બિલ પાસ કરી દેવાયું છે. જાે કે, તેની અમલવારી થાય તે પહેલા જ ભરૂચ જિલ્લા પોલીસે સરાહનીય કામગીરી કરી છે. આમોદ તાલુકાના ભીમપોર ગામે પુત્રને ઝેરી જનાવર ડંખ મારવાની ઘટનામાં હોસ્પિટલ નહિ લઈ જઈ અંધશ્રદ્ધામાં ભાથીજી મહારાજના મંદિરે લઈ જઈ મોતના કારક બનેલા પિતા અને ભૂવા એવા કાકા સામે આમોદ પોલીસ મથકે પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કરવા સાથે બંનેની ધરપકડ કરી છે.

આમોદ તાલુકાના ભીમપુરા ગામે રહેતાં કાંતિભાઈ રાઠોડના ૧૧ વર્ષીય પુત્ર અરુણ રાઠોડને બીજી સપ્ટેમબરના રોજ રાત્રીના સમયે ઘરના વાડામાં બાથરૂમ જતા ઝેરી સાપે ડંખ માર્યો હતો.

પૂર્વ સરપંચના પુત્ર એવા પિતા કાંતિભાઈ રાઠોડ અને તેના કાકા સંજય રાઠોડ જે ગામમાં ભુવા તરીકે ઓળખાય છે તેઓ માસુમ તરુણને દવાખાને લઈ જવાને બદલે ગામના ભાથુજી મંદિરે ઝેર ઉતારવાની વિધિ કરવા લઈ ગયા હતાં.

મંદિરે બે કલાક બેસાડી રાખી પિતા અને ભૂવા એવા કાકાએ ઝેર ઉતારવા તાંત્રિક વિધિ કરી હતી. અંતે પુત્રને આમોદ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જાેકે તરુણના મૃતદેહને પિતા અને કાકા તબીબ સાથે ઝઘડો કરી પોસ્ટમોર્ટમ નહિ કરાવી સીધા ઘરે લઈ આવી દફનવિધિ પણ કરી દીધી હતી.

મંદિરમાં વિધિ માટે બેસાડી રાખેલ મૃતક અરુણનો વિડીયો વાયરલ થવા સાથે સરકારી દવાખાનાના મહિલા તબીબની માહિતી આધારે આમોદ પોલીસ મથકના હે.કો. વિજયભાઈ દાનાભાઈએ મૃતકના ઘરે જઈ તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી.

જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાથી આમોદ પોલીસ મથકે ઁજીૈં રાજેન્દ્રસિંહ અસવરે ડ્ઢરૂજીઁ પી.એલ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી.

પોલીસે જાતે ફરિયાદી બની હેડ કોન્સ્ટેબલ વિજયભાઈએ ફરિયાદ આપતા અંધશ્રદ્ધામાં પુત્રનું મોત નિપજવાનું જાણવા છતાં તાંત્રિક વિધિ કરાવનાર પિતા અને ભૂવા સામે મ્દ્ગજીની કલમ ૧૦૫, ૩(૫) હેઠળ ગુનો દાખલ કરાયો હતો. અને માસુમના અંધશ્રદ્ધામાં મોત મામલે પિતા કાંતિ ચુનીલાલ રાઠોડ અને ભૂવા તરીકે ઓળખાતા કાકા સંજય રાઠોડની ધરપકડ કરી લેવાઈ છે. પોલીસે આમોદ મામલતદાર વિનોદચંદ્ર ઝરીવાલાની હાજરીમાં દફન કરેલા સ્થળે કબરમાંથી અરુણનો મૃતદેહ બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હોથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution