Xiaomi વેધર એપમાંથી અરુણાચલ પ્રદેશ ગાયબ, કંપનીએ આપ્યો જવાબ

દિલ્હી-

ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમી ફરી એકવાર ભારતમાં વિવાદોમાં છે. આ વખતે કારણ કંપનીની વેધર એપ્લિકેશન છે. ઝિઓમીની હવામાન એપ્લિકેશનમાં અરુણાચલ પ્રદેશ દેખાતું નહોતું. વેધર એપમાં અરુણાચલ પ્રદેશની ગેરહાજરીને કારણે લોકો તેને સોશિયલ મીડિયા પર ભારત અને ચીન સરહદના મુદ્દા સાથે જોડી રહ્યા છે. અરુણાચલ પ્રદેશને લઇને ભારત અને ચીનમાં વિવાદ થયો છે, કારણ કે ચીન તે ક્ષેત્ર પર પોતાનો હક રાખે છે.

ભારત અને ચીન વચ્ચે એલએસી (લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ) ને લઈને પણ વિવાદ છે. આવી સ્થિતિમાં, ઝિઓમીની વેધર એપમાં અરુણાચલ પ્રદેશની ગેરહાજરીને કારણે લોકોએ સોશ્યલ મીડિયા પર બાયકોટ ઝિઓમીનો ટ્રેન્ડ શરૂ કરી દીધો છે. નેટીઝન્સ શિઓમી પર આરોપ લગાવી રહ્યા છે કે કંપની જાણી જોઈને તેની હવામાન એપ્લિકેશનમાં અરુણાચલ પ્રદેશ બતાવી રહી નથી.

સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર પોસ્ટ થવાનું શરૂ થયું જેમાં શાઓમીની વેધર એપમાં અરુણાચલ પ્રદેશ નથી. જ્યારે અન્ય સ્માર્ટફોન કંપનીઓના ઉપકરણની હવામાન એપ્લિકેશનમાં અરુણાચલ પ્રદેશ છે. મહત્વપૂર્ણ છે કે આ બાબતે શાઓમીનું નિવેદન આવ્યું છે. ચાઇનીઝ સ્માર્ટફોન બનાવતી કંપનીએ તેને સોફ્ટવેર ગ્લિચ ગણાવ્યું છે. કંપનીએ કહ્યું છે કે ઝિઓમી સ્માર્ટફોનમાં આપવામાં આવેલી વેધર એપ્લિકેશન મલ્ટીપલ થર્ડ પાર્ટી ડેટા સ્રોતોમાંથી ડેટા એકત્રિત કરે છે.

કંપનીએ કહ્યું છે કે, 'અમે તે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમારા ડિવાઇસમાં પ્રદાન કરવામાં આવતી હવામાન એપ્લિકેશન બહુવિધ તૃતીય પક્ષ હવામાન ડેટા સ્રોતોનો ઉપયોગ કરે છે અને અમે સમજીએ છીએ કે ઘણા સ્થળો માટે આ એપ્લિકેશન પાસે હવામાન ડેટા નથી.'   શાઓમીએ તેને તકનીકી ભૂલ પણ ગણાવી છે. કંપનીએ કહ્યું છે કે આ ઝિઓમી એપની તકનીકી ભૂલ છે, જેને કંપની સતત સુધારી રહી છે. શઓમી ડેટા અને એપ્લીકેશનને લઈને પણ પહેલા ભારતમાં વિવાદોમાં રહી છે. અગાઉ કંપનીનો આરોપ હતો કે ભારતીય વપરાશકર્તાઓનો ડેટા તેમની ઈચ્છા વિરુદ્ધ ચીનને મોકલવામાં આવે છે. જોકે, બાદમાં શાઓમીએ આ વાતનો ઇનકાર કર્યો હતો.




© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution