વલસાડ, વલસાડ ના મગોદ ગામે લગ્ન પ્રસંગ માં લોકો કોવિડ-૧૯ ગાઈડ લાઈન નો સરેઆમ ઉલ્લંઘન કરી ડીજે ના તાલ પર નૃત્ય કરી કોરોના ને આમંત્રીત કરતા હોવાની બાબત વલસાડ પોલીસ ને જાણ થતાં જ પોલીસ મગોદ ગામે પહોંચી ડી જે સંચાલક સહિત ત્રણ ની ધરપકડ કરી હતી. વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ ની જીવલેણ લહેર માં આખા દેશ માં હજારો લોકો કમોતે હોમાયા છે છુવાછૂત ની બીમારી હોવા થી સરકારે લોકો ને માસ્ક પહેરવાની સાથે સાથે એક બીજા થી બે ગજ ની દુરી રાખવા આદેશ કર્યા છે અને આદેશ ના પાલન ન કરનાર લોકો ને દંડ આપી કાયદા ના પાઠ પણ શીખવ્યા છે પોલીસ દંડ આપતી હોવાનું જાણતા હોવા છતાં પણ કેટલાક બેદરકાર લોકો કોરોના રૂપી યમરાજ ને પડકાર ફેંકી પોતાની સાથે સાથે જિલ્લા ના તમામ લોકો ના જીવ ને જાેખમ માં મૂકી દેતા હોય છે.લગ્ન પ્રસંગો માં લોકો ની ભારે જનમેદની હોવા થી કોરોના ને મોકળો મેદાન મળી જવાની ભીતિ સેવતા સરકારે લગ્ન પ્રસંગ માં ૫૦ વ્યક્તિઓ પૂરતી સીમિત કરી હતી.સરકારે અપનાવેલ નીતિ ને કારણે વલસાડ જિલ્લા માં કોરોના ના કેશો માં દિવસે દિવસે ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ કેટલાક બેદરકાર લોકો ને કારણે કોરોના સંક્રમણ ની ગતિ માં વધારો પણ થઈ રહ્યો છે.મગોદ ડુંગરી ખાતે એક લગ્નપ્રસંગમાં ગુરૂવારે રાત્રે યોજાયેલી પાર્ટીનો એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસ હરકત માં આવી હતી.