મર્ડર કેસમાં કુસ્તીબાજ સુશીલ કુમારના અન્ય એક સાથીની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો 

દિલ્હી- 

દેશની રાજધાની દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ ખાતે ૪ મેના રોજ કુસ્તીબાજ સાગર ધનખરની હત્યાના મામલે ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમારના અન્ય એક સાથીની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે સાગરની હત્યાના મામલે જુડો કોચ સુભાષની ધરપકડ કરી છે. દિલ્હીની રોહિણી કોર્ટે તેના રિમાન્ડ ૨૫ જૂન સુધી વધાર્યા પછી રેસલર સુશીલ કુમાર પહેલેથી જ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ કેસમાં કુસ્તીબાજ સુશીલ કુમાર અને અજય બક્કરવાલા સહિત ૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાગર હત્યા બદલ દિલ્હી પોલીસે સુશીલ પર એક લાખ, અને અજય પર ૫૦ હજાર રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. તે જ સમયે, સુશીલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરાયું હતું. દિલ્હીના મુંડકાથી ૧૮ દિવસ પછી બંનેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ બંને ન્યાયિક કસ્ટડીમાં છે. 

સાગર ધનખર હત્યા કેસમાં રહસ્યમય યુવતીની એન્ટ્રી

સાગર ધનખર હત્યા કેસમાં યુક્રેનની રહસ્યમય યુવતીના પ્રવેશને કારણે આ નવું મોડ આવ્યુ છે. હવે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે એક યુવતીની શોધ શરૂ કરી દીધી છે. હત્યાના પ્રત્યક્ષદર્શી સોનુ મહેલે જણાવ્યું કે, આ ઝઘડાનું કેન્દ્ર યુક્રેનની એક યુવતી હતી. તપાસ ટીમ આ છોકરીની પૂછપરછ કરવા માંગે છે, જેથી બંને કુસ્તીબાજો વચ્ચે દુશ્મનાવટનું કારણ જાણી શકાય.

પ્રાપ્ત વિગતો અનુસાર સાગર હત્યા કેસમાં ધરપકડ કરાયેલ અજય બકકરવાલાને યુક્રેનની યુવતી ગમી હતી અને જ્યારે તે બંને (સોનુ અને સાગર) તેમના ફ્લેટમાં ન હતા ત્યારે તેણે (અજય) ઓરડામાં મુકેલી છોકરીની તસવીર સાથે સેલ્ફી લીધી હતી. આ પછી તેણે અજયને ધમકી આપી અને સુશીલ કુમાર સાથે દલીલ પણ કરી. આ જ કારણ છે કે જ્યારે ૪ મેના રોજ સુશીલ અને અજયે તેના મિત્રો સાથે છત્રસાલ સ્ટેડિયમ ખાતે સાગર ધનખર પર હુમલો કર્યો હતો. ત્યારે સોનુ મહેલને પણ જોરદાર માર મારવામાં આવ્યો હતો. આ પછી, સાગરનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution