બોડેલી
બોડેલીના દુષ્કર્મના આરોપી સહિત તેના મિત્રો અગાઉ બોડેલીના ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ પાસે પોલીસ કર્મીને ગડદાપાટુ માર મારી નાની મોટી ઇજા પહોંચાડી હતી જે સંદર્ભે પોલીસ કર્મીએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસેઆરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
એક બાઇક ચાલકે પોલીસ કર્મીને ફોન કરી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ સામે મારી મોટર સાયકલ એક એકટીવા મોપેડ સાથે એક્સિડન્ટ થયેલ છે તેમ કહી પોલીસકર્મીને સ્થળ પર બોલાવ્યા હતા. ત્યાં ધ્રુવ કામલિયા ના બે મિત્રો એકટીવા મોપેડ ધ્રુવ કામલિયાની હોઈ અન્ય મિત્રએ ધ્રુવને ફોન કરી સ્થળ પર બોલાવતા તેના અન્ય બે મિત્ર સાથે આવ્યો હતો ત્યાર બાદ એકટીવા મોપેડને નુકશાન થતા અન્ય અકસ્માત કરનાર બાઇક ચાલક પાસે નુકસાનના ૨૦ હજાર માંગ્યા હતા અને બાઇક ચાલક પાસે ૨૦ હજાર ન હોઈ ધ્રુવએ બાઇક ચાલકને માર મારેલ અને જગ્યા પર જ ૨૦ હજારની માંગણી કરી હતી ત્યાર બાદ પોલીસ કર્મીએ વાહન પોલીસ સ્ટેશન ખાતે મૂકી કાયદેસરની ફરિયાદ આપી દો. જેથી પોલીસ કર્મીને ધ્રુવ કામલિયાએ કહ્યું તું પોલીસ વાળો વચ્ચે કેમ પડે છે ? તેમ કરી અભદ્ર શબ્દો બોલી ઝપાઝપી કરી મારા મારી કરી હતી. ત્યાર બાદ ધ્રુવ કામલિયા સહિત અન્ય ચાર મિત્રો પોલીસ કર્મીને અપશબ્દો બોલી ગડદાપાટુનો મારમારી નાની મોટી ઇજા પહોંચાડી હતી. આ બાબતની જાણ પોલીસ સ્ટેશન ખાતે કરાતા અન્ય પોલીસ કર્મીને સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને સારવાર અર્થે બોડેલીની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ધ્રુવ કામલિયા સામે ગુનો નોંધી અન્ય તમામ આરોપીઓની અટકાયત કરી કોવિડ ટેસ્ટ કરાવતા નેગેટિવ આવતા ચારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
.
તમામ પુરાવા ફોરેન્સિક તપાસમાં મોકલાશે
ધ્રુવ કામલિયા યુવતીને તેના ઘરે બોલાવી યુવતી સાથે જબરજસ્તી કરીને શારીરિક સબંધ બાંધ્યા હતા ત્યારે બાદ એક મહિના પછી યુવતી અને તેની બહેનને વોટ્સએપ પર વિડિઓ મોકલ્યોે હતો જે વીડિયોમાં યુવતી નગ્ન અવસ્થામાં હતી. આ વિડિઓ ધ્રુવ શારીરિક સબંધ બાંધ્યો હતો તે સમયનો હતો. દુષ્કર્મ આચરવામાં આવેલ રૂમમાં ગાદલાના કવર, ચાદર, સહિત પુરાવા ફોરેન્સિક લેબોટરીમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી