ગાંધીનગર-
હાલ ઇન્ટનેટ અને સોશિયલ મીડિયાનો યુગ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ પણ થતા હોય છે. ત્યારે આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ છે. રાજ્યના મુખ્યમંત્રીનો એક વીડિયો વાયરલ કરવા મામલે વડોદરાના એક યુવકની ધપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રીનું પદ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ગુનામાં પોલીસે કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાન્ચે વડોદરાથી પ્રદીપ કહાર નામના યુવકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આપને જણાવી દઈએ કે, ૩૨ વર્ષનો યુવક પ્રદીપ કહાર વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં રહે છે. તેણે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઓરિજનલ સ્પીચને એડિટ કરી હતી. સ્પીચના કેટલાક અંશોનો ઉપયોગ કરીને તેને બનાવી હતી. એટલુ જ નહિ, તેણે આ સ્પીચ સોશિયલ મીડિયા પર ફરતી પણ કરી હતી. સાયબર ક્રાઈમે તપાસ કરતા જાણવા મળ્યું કે, પ્રદીપ કહારે આ સ્પીચને એડિટ કરી બનાવી હતી. ત્યારે આ અંગે પોલીસે પ્રદીપ કહાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.