નોઈડામાં ‘રેવ પાર્ટી’ માં૩૯ યુવક અનેયુવતીઓની ધરપકડઃ સ્થળ પરથી દારૂની બોટલો-હુક્કા મળ્યા

નોઈડા: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડામાં એક રહેણાંક સોસાયટીના ફ્લેટમાં પોલીસે દરોડા પાડીને ૩૯ યુવક-યુવતીઓની અટકાયત કરી છે. ફ્લેટમાં રાત્રે કથિત રીતે રેવ પાર્ટી ચાલી રહી હતી. પોલીસના દરોડામાં ઝડપાયેલા તમામ લોકો જાણીતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે. પોલીસે સ્થળ પરથી મોટી સંખ્યામાં હરિયાણા લેબલ દારૂની બોટલો અને હુક્કા જપ્ત કર્યા છે.

નોઈડા પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાત્રે પોલીસને માહિતી મળી હતી કે નોઈડાના સેક્ટર-૯૪ સ્થિત સુપરનોવા સોસાયટીના એક ફ્લેટમાં ઘણા લોકો રેવ પાર્ટી કરી રહ્યા છે. પોલીસે મધરાતે ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી ૩૯ યુવક-યુવતીઓની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે પાર્ટીમાં ભાગ લેનાર તમામ યુવક-યુવતીઓ એક જાણીતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા.

નોઈડા પોલીસે જણાવ્યું કે શુક્રવારે રાત્રે સેક્ટર ૯૪ સ્થિત સુપરનોવા સોસાયટીના ફ્લેટમાં પાર્ટી કરતા ઝડપાયેલા વિદ્યાર્થીઓની ઉંમર ૧૬ થી ૨૦ વર્ષની વચ્ચે છે. ફ્લેટમાંથી હરિયાણા લેબલવાળી દારૂની બોટલો મળી આવી છે. પોલીસને સ્થળ પરથી હુક્કા પણ મળી આવ્યા હતા. જ્યારે પોલીસે ફ્લેટ પર દરોડો પાડ્યો ત્યારે તમામ વિદ્યાર્થીઓ કથિત રીતે રેવ પાર્ટી કરી રહ્યા હતા. પોલીસે તમામની અટકાયત કરી છે.

નોઈડા પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે વોટ્‌સએપ પર વિદ્યાર્થીઓને પાર્ટી કરવા માટે મેસેજ મોકલવામાં આવ્યો હતો. તેના દ્વારા પાર્ટીની માહિતી શેર કરવામાં આવી રહી હતી. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, અટકાયત કરાયેલા યુવક-યુવતીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થીઓને વોટ્‌સએપ પર મેસેજ મોકલીને પાર્ટી માટે બોલાવવામાં આવ્યા હતા. પાર્ટીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિ માટે ૫૦૦ રૂપિયા અને એક કપલ માટે ૮૦૦ રૂપિયાની એન્ટ્રી ફી લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓને મોકલવામાં આવેલ મેસેજ પણ પોલીસને મળ્યો છે. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે આ મામલે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution