વાપી-
વાપી ડિવિઝનના ડુંગરા પોલીસે ATM મશીનો ઉપર થતા ફ્રોડમાં ભૂમિહાર ગેંગના 1 ઇસમને ઝડપી પાડી ATM કાર્ડના ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઝડપેલાં આરોપી પાસેથી બેંકના ATM નું કાર્ડ રીડર, અલગ-અલગ બેંકના 12 ATM કાર્ડ સહિત 37040 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિધાનસભા ચૂંટણી અનુસંધાને ડુંગરા પોલીસ ટીમ દાદરા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ તથા શંકાસ્પદ શખ્સને ચેક કરવાની કામગીરીમાં હતી. તે દરમિયાન એક શંકાસ્પદ શખ્સની પૂછપચ્છ કરતા શખ્સે પોતાનુ નામ કુંદન બિપીન ભુમીહાર અને બિહારના ગયાનો વતની હોવાનુ જણાવ્યું હતુ. વાપી ડિવિઝનના ડુંગરા પોલીસે ATM મશીનો પર થતા ફ્રોડમાં ભૂમિહાર ગેંગના 1 ઇસમને ઝડપી પાડી ATM કાર્ડના ફ્રોડનો પર્દાફાશ કર્યો હતો સાથે 12 ATM કાર્ડ સહિત 37040 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.