સેનાના જવાનો દેવદૂત બન્યાઃ ૪૮૧ લોકોને બચાવાયા

વાયનાડ: કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી ચારે બાજુ બસ તબાહી જ તબાહીનો મંજર છે. કુદરતી આફતથી અત્યાર સુધીમાં ૧૫૧ લોકોના મોત થયા છે. દુર્ઘટના બાદથી અત્યાર સુધીમાં ૪૮૧ લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે. ૯૮ લોકો હજુ પણ ગૂમ છે. જેઓ કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે. વાયનાડમાં લેન્ડસ્લાઈડ બાદ ભારતીય સેના, ભારતીય વાયુસેના અને એનડીઆરએફના જવાનો દેવદૂત બનેલા છે અને સતત કાટમાળમાં ફસાયેલા લોકોને કાઢવામાં માટે રેસ્ક્યૂ ઓપરેશન કરી રહ્યા છે.

વાયનાડમાં હજુ પણ અટકી અટકીને વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં સમસ્યા આવે છે. સેના હેલિકોપ્ટરની મદદથી ફસાયેલા લોકોને સતત પહોંચાડવાની કોશિશ કરે છે. ઓપરેશન માટે લગભગ ૨૨૫ લોકોને તૈનાત કરાયા છે. જેમને ચાર ટુકડીમાં વહેંચવામાં આવ્યા છે. ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને તમને હવાઈ માર્ગથી મોકલવામાં આવે છે. વાયુસેનાના ખાસ વિમાનથી ઘટનાસ્થળે રાહત સામગ્રી પહોંચાડાઈ છે. ૪૮૧ લોકોને બચાવ્યા છે, જ્યારે ૩૦૬૯ લોકોને સુરક્ષિત ઠેકાણે પહોંચાડ્યા છે. ૯૮ લોકો હજુ ગૂમ છે. જેઓ કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે.

કેરળના પર્વતીય વિસ્તાર વાયનાડમાં મંગળવારે વહેલી સવારે અનેક જગ્યાઓએ ભારે વરસાદના પગલે ભૂસ્ખલનની ઘટનાઓ ઘટી. અનેક લોકો કાટમાળમાં ફસાયા હોવાના કારણે મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. ઘરમાં સૂતા લોકોને બચવાની પણ તક મળી શકી નહીં. ત્રણ ભૂસ્ખલનોએ વાયનાડના ચુરાલમાલા, મુંડાક્કઈ જેવા વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution