દિલ્હી-
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ચેતવણી આપતા કહ્યુ છે કે, સાયબર ટેકનોલોજીના મામલામાં ચીન ભારત કરતા બહુ આગળ છે અને સાયબર એટેક થકી ભારતને મોટુ નુકસાન પહોંચાડવ માટે પણ સક્ષણ છે.
સ્વામી વિવેકાનંદર ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના કાર્યક્રમમાં જનરલ રાવતે કહ્યુ હતુ કે, ભારત અને ચીન વચ્ચે સૌથી મોટુ અંતર સાયબર ક્ષેત્રમાં છે.પાડોશી દેશે આઈટી પર બહુ રોકાણ કર્યુ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ચીન વચ્ચે આ ક્ષેત્રમાં અંતર બહુ વધઈ ગયુ છે.ચીન ભારત કરતા આગળ નીકળી ગયુ છે.
તેમણે કહ્યુ હતુ કે ,આપણે જાણીએ છે કે, ચીન ભારત પર સાયબર એટેક કરવા માટે સક્ષમ છે અને તે આપણી સિસ્ટમને મોટા પાયે નુકાસન પહોંચાડી શકે છે.આપણે એવી સિસ્ટમ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેનાથી સાયબર એટેક સામે આપણે સિસ્ટમનુ રક્ષણ કરી શકીએ.
જનરલ રાવતે આગળ કહ્યુ હતુ કે, ભારતે આ પ્રકારના પડકારોનો સામનો કરવા માટેની ક્ષમતાઓ ડેવલપ કરવી જ પડશે અને આ માટે પશ્ચિમી દેશોની મદદ લીધા વગર આગળ વધતુ જાેઈએ.ઉલટાનુ ભારતે જાતે ક્ષમતા કેળવીને બીજા દેશોને પડકારોનો સામનો કેવી રીતે કરવો તે શીખવાડવુ જાેઈએ.