મુંબઈ-
અરમાન કોહલી બોલિવૂડ જાણીતા નિર્માતા-નિર્દેશક રાજકુમાર કોહલીનો પુત્ર છે. હવે અરમાન કોહલીની મુશ્કેલીઓ વધી છે. તાજેતરમાં બોલિવૂડ અભિનેતા અરમાન કોહલી અને એક પેડલર અજય સિંહની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.NDPSની વિશેષ અદાલતે તેની કસ્ટડી 1 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે અરમાનને હવે વધુ પૂછપરછ કરવામાં આવશે.અભિનેતા અરમાન કોહલીની 28 ઓગસ્ટના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.NDPS એક્ટ હેઠળ અરમાનની ધરપકડ કરવામાં આવી હતી. અરમાનની ધરપકડ કરતા પહેલા NCB દ્ધારા તેના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.અરમાન અને પેડલર બંનેને NCB દ્વારા NDPS ની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હવે સુનાવણી બાદ તેમને એક દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. સોમવારે NCBએ કોર્ટમાં અરમાનને રજૂ કરતી વખતે કસ્ટડી વધારવાની માંગ કરી હતી. NCBનું કહેવું છે કે તેમને અભિનેતાના ઘરેથી એક ગ્રામથી વધુ કોકેન મળી છે અને તેમને પૂછપરછ માટે બંનેને કસ્ટડીમાં રાખવાની જરૂર છે, જેના કોરણે અભિનેતાને હવે 1 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેવું પડશે.અરમાનની NCB દ્વારા સંબંધિત નિયમો હેઠળ ડ્રગ્સ રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર NDPS એક્ટ હેઠળ ગેરકાયદે ધિરાણ અને આરોપીઓને સુરક્ષા આપવાનો પણ આરોપ છે.મળતી માહિતી મુજબ આ કેસમાં એક સપ્લાયરે જ અરમાન કોહલીનું નામ આપ્યું હતું.