અરવલ્લી: આવતી કાલે વડાપ્રધાનના હસ્તે સરદારધામ ભવનનું ઈ-લોકાર્પણ કરાશે

અરવલ્લી-

સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ સરદારધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને ચરિતાર્થ કરવા મિશન-૨૦૨૬ અંતર્ગત તેના મિશન, વિઝન અને પાંચ લક્ષ્યબિંદુઓ સિદ્ધ કરવા કટિબદ્ધ અને સંકલ્પબદ્ધ છે. “સરદારધામ આઈકોનિક બિલ્ડિંગ"નું નિર્માણ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યનો આધાર બની રહેશે. સમાજના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ૨૦૦ કરોડના સરદારધામ ભવનનું ઈ-લોકાર્પણ એવમ્ ૨૦૦ કરોડના કન્યા છાત્રાલય સરદારધામ ફેઝ-૨નું ઈ-ભૂમિપૂજન ભારતના યશસ્વી-તેજસ્વી વડાપ્રધાન તથા ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્ર મોદીના વરદ હસ્તે તારીખ ૧૧ સપ્ટેમ્બરના રોજ યોજવામાં હોઈ સરદારધામ ના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા દ્વારા મીડિયા સમિતિને આમંત્રણ આપવામાં આવ્યું છે. સવારે વર્ચ્યુઅલ લોકાર્પણ બાદ ૧૨.૦૦ થી ૧.૩૦ દરમ્યાન ભોજન સમારંભ યોજાશે. બપોરે ૩.૦૦ થી ૪.૦૦ વાગ્યે જીપીબીઓ યુવા તેજ તેજસ્વીની તેમજ નવીન નિમણૂક પામેલા અધિકારીઓ, કર્મચારીઓ અને મીડિયા કર્મીઓને સામુહિક સન્માનિત કરવામાં આવશે. સાંજે એક શામ અપનો કે નામ, ડાયરો અને રાસ ગરબા યોજાશે. સમગ્ર કાર્યક્રમ માં કોરોના ગાઈડ લાઈન મુજબ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution