મુંબઈ-
બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના રિપોર્ટ આવ્યો છે, ત્યારે પરિવારના તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાં દિકરી આરાધ્યા, એશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચન સહિત પરિવારના અન્ય સભ્યો કોરોના નેગેટિવ આવ્યા છે.
બીજી તરફ સંપર્કમાં આવેલા તમામને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. અભિષેક બચ્ચનની વાત કરવામાં આવેતો તેમની ડેબ્યૂ વેબ સીરિઝ ‘બ્રીધઃ ઈનટૂ ધ શેડોઝ’ 10 જુલાઈના રિલીઝ થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી અભિષેક ‘બ્રીધઃ ઈનટૂ ધ શેડોઝ’ વેબ સીરિઝ માટે સ્ટૂડિયો જઈ રહ્યો હતો. અભિષેકે પણ ટ્વીટ કરી જણાવ્યું કે, હું પણ પિતા અભિતાભની જેમ નાણાવટી હોસ્પિટલમાં દાખલ થઈ ચૂક્યો છે. મારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અપીલ કરી હતી કે, છેલ્લા 10 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામ લોકોને કોરોનાનો ટેસ્ટ તાત્કાલિક કરાવી લેવો. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને કોરોના પોઝિટિવ આવતા બૉલિવૂડ સ્ટાર તેમજ ફેન્સ પણ ટ્વીટ કરી જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યાં છે.