દિલ્હી-
ગુજરાત કેડરના આઈપીએલ અધિકારી રાકેશ અસ્થાના બ્યુરો ઓફ સીવીલ એવીએશન સિકયોરીટીના વડા તરીકે લાંબો સમય ફરજ બજાવ્યા બાદ હવે તેઓ અર્ધ સુરક્ષા દળ બોર્ડર સિકયોરીટી ફોર્સ (બીએસએફ)ના વડા બન્યા છે.
1984 બેચના આ અધિકારી ગુજરાતના પોલીસ વડા તરીકે પણ નામ સંભળાતું હતું અને હવે બીએસએફના વડા બન્યા છે. શ્રી રાકેશ અસ્થાનાને ગુજરાતમાંથી સીબીઆઈ ડેપ્યુટેશન પર લઈ જવાયા હતા પણ અહી તમામ સંસ્થાના વડા આલોક વર્મા સાથે મતભેદ અને અન્ય વિવાદમાં ફસાતા અને મામલો છે.
સુપ્રીમ કોર્ટે પહોંચતા અસ્થાનાને સીબીઆઈમાંથી ખસેડવાની સરકારને ફરજ પડી હતી. બીજી તરફ બીએસએફમાં લાંબા સમયથી પૂર્ણ સમયના વડા ન હતા અને ઈન્ડો તિબેટ બટાલીયન પોલીસના ડીજી એચ.એસ.ડેસ્વાલ પાસે વધારાનો ચાર્જ હતો. હવે શ્રી અસ્થાના તા.31 જુલાઈ 2021 સુધી આ પદ પર રહેશે તેમાં આ બાદ તેઓ ફરી સીબીઆઈમાં આવી શકે છે. તેઓને અગાઉ સીબીઆઈમાં ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપમાં કલીનચીટ મળી ગઈ છે.