આજના સમયમાં નાની ઉંમરે સફેદ વાળ થવાની સમસ્યા એટલી હદે વધી ગઈ છે કે તેનાથી બચવા મોટાભાગની મહિલાઓ અને પુરૂષો વાળમાં હેર ડાઈ કે કલર લગાવે છે. સાથે જ ઘણાં લોકો વાળમાં બ્લીચ પણ કરતા હોય છે. વારંવાર આવા કેમિકલ્સ વાળમાં લગાવવાથી વાળ ખરાબ થઈ જાય છે અને તેની શાઈન જતી રહે છે. ફ્રિઝી અને ડેમેજ થવા લાગે છે અને મૂળથી નબળાં થઈને ખરવા પણ લાગે છે. પણ તમારી આ તમામ સમસ્યાઓનું સોલ્યૂશન એક હેરપેકમાં લઈને આવ્યા છે. આ પેક કેમિકલ્સથી થતી ખરાબ અસરને રોકશે અને વાળને જડમૂળથી મજબૂત બનાવશે.
1 કેળુ
4 ચમચી દહીં
1 ઈંડુ
4 ચમચી એલોવેરા જેલ
4 ચમચી ઓલિવ ઓઈલ
2 ચમચી કેસ્ટર ઓઈલ
બનાવવા અને લગાવવાની રીત
સૌથી પહેલાં ઉપર જણાવેલી તમામ વસ્તુઓ એક બાઉલમાં કાઢી લો અને બરાબર મિક્સ કરી લો. હવે તમારા વાળમાં આ પેક સારી રીતે લગાવી દો. વાળના સેક્શન કરતાં સ્કેલ્પમાં બરાબર આ પેક લગાવો. પછી વાળ બાંધી શાવર કેપ પહેરી લો. અડધાથી એક કલાક સુધી આ પેક વાળમાં રાખી પછી વાળમાં શેમ્પૂ કરી વાળ ધોઈ લો.
ફાયદા
આ હેરપેકમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો રહેલાં છે જે તમારા વાળને નરિશ કરે છે. સાથે જ વાળને ડિટોક્સ પણ કરે છે. આ પેક લગાવવાથી ડાઈ કે કલર કરેલાં વાળ ડેમેજ થતાં નથી અને હેલ્ધી રહે છે. વાળનું મોઈશ્ચર જળવાય છે અને વાળ એકદમ મજબૂત બને છે. સાથે જ આ પેક રેગ્યુલર સપ્તાહમાં એકવાર લગાવવાથી વાળ લાંબા, જાડા અને ડેન્ડ્રફ ફ્રી થાય છે. આ પેકમાં વિટામિન, મિનરલ્સ અને પ્રોટીન છે જે વાળ માટે જરૂરી છે.