લોકસત્તા ડેસ્ક
નવરાત્રી ગુજરાતીઓનો ઘણો જ મનગમતો તહેવાર છે. જેની તૈયારી મહિનાઓ પહેલા કરવામાં આવે છે. આ વખતે કોરોના મહામારીને કારણે નવરાત્રીની ચમક ઓછી થઇ છે. પરંતુ ગુજરાતીઓ નવરાત્રી તો એકદમ ઉત્સાહમાં જ મનાવશે. આ માટે તમારે અત્યારથી પોતાની સુંદરતામાં ચાર ચાંદ લગાવાવ માટેની પણ તૈયારીઓ કરવી પડશે. તે માટે તમે બ્યૂટી પાર્લર જવાનું તો ટાળશો પરંતુ આજે આપણે ઘરે જ પાર્લર જેવો ચહેરાનો નિખાર આપે તેવા થોડા પપૈયાના ફેસપેક જોઇએ. આ ફેપેકથી બધા જ પૂછશે કે તમે કઇ ટ્રિટમેન્ટ કરાવી છે તો ચહેરો આટલો સુંદર લાગે છે.
પપૈયુ અને લીંબુનો રસ-
પપૈયાને સારી રીતે મેશ કરીને તેમાં 10-12 ટીપા લીંબુનો રસ ભેળવો. બંનેને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવો. ધ્યાન રાખો કે આ પેક આંખો અને પાપણ પર ન જાય. 15-20 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. સુકાઇ જાય એટલે ઠંડા પાણીથી ધોઇ લો. ચહેરા પર ચમક આવશે અને સ્કિન પર જો ટેનિંગ કે દાગ-ધબ્બા હોય તો તે પણ મટી જશે.
પપૈયુ અને ટામેટુ-
આ પેક બનાવીને પપૈયાને સારી રીતે મેશ કરીને તેમાં એક નાનકડું ટામેટુંનો પલ્પ ઉમેરો. બંનેને સારી રીતે મિક્સ કરી લોઅને ચહેરા પર લાગાવો 20 મીનીટ સુધી રાખો. સુકાઇ જાય એટલે તેને સામાન્ય પાણીથી ધોઇ લો. તેનાં ઉપાયથી ચહેરાની રંગત નીખરશે.
પપૈયુ અને મુલ્તાની માટી-
આ પેક ઓઇલી સ્કિન માટે સૌથી ઉત્તમ છે. મુલ્તાની માટીની તાસીર છે કે તે ચહેરા પરનું વધારાનું ઓઇલ સોસી લે છે. પપૈયુ રંગત નીખારે છે. આ માટે એક ચમચી મુલ્તાની માટી પાવડર અને એક ટુકડો પપૈયુ મેશ કરીને પેસ્ટ તૈયાર કરી લો. તેને ચહેરા પર લગાવો. 15-20 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. પછી સુકાઇ જાય એટલે હુફાળાં પાણીથી ધોઇ લો.
પપૈયુ અને ચંદન પાવડર-
રંગત નીખારવા માટે આ પેક સૌથી વધુ કારગાર સાબિત થાય છે. પપેયાની પેસ્ટમાં એક ચમચી ચંદન પાવડર મિક્સ કરી લો. પછી સાવધાનીથી આંખઅને પાપણ પર ન લાગે તે રીતે ચહેરા પર લગાવો. થોડો સમય રાખો બાદમાં તેને ઠંડા પાણીથી ધોઇ લો. ત્વચાની રંગત નીખરશે અને ચમક પણ આવશે.