વડોદરા, તા.૧૦
છેલ્લા ઘણાં સમયથી આશાવર્કર બહેનો સાથે સરકાર દ્વારા અન્યાય કરવામાં આવે છે. સગર્ભા બહેનો હોય કે કોઈપણ જાતની ચૂંટણી આવતી હોય છે.ત્યારે આશાવર્કર બહેનો સાથે કામગીરી કરાવામાં આવે છે.અને ઉચ્ચકક્ષા ના અધિકારીઓ આશાબહેનો ને મોટા મોટા લોલીપોપ આપી આશાવર્કર સાથે કામગીરી કરાવામાં આવે છે.ત્યારે કામગીરી કર્યા બાદ અત્યાર સુધી કોઈ પણ જાતનું વેતન ચુકાવામાં આવ્યું નથી.પોર તથા આજુબાજુ ગામની આશાવર્કર બહેનો એ મોટી સંખ્યામાં ભેગા થઈ પોતાની અનેક માંગો સાથે વરણામાના મેડિકલ ઓફિસર વસીમ ખત્રી ને આવેદન આપવામાં આવ્યું હતું.
સુવાવડ થયા બાદ માતા થતા બાળક ની સંભાળ નું કામ આશાવર્કર બહેનો દ્વારા કરવામાં આવે છે.પણ આશાવર્કર બહેનો ને સરકાર દ્વારા વળતર બહેનો ને અન્યાય કરવામાં આવે છે.આ વર્ષ ૨૦૨૦ માં કોરોના ની મહામારી સતત અડીખમ પોતાનો જીવ દાવ ઉપર મૂકી ને સર્વે પણ કરવામાં આવ્યું હતું. કોરોના પોઝીટીવ દર્દી ને સવાર- સાંજ તેમની સામે એક કોરોના વોરીયશ તરીકે ૧૦ માસ થી ફરજ બજાવતા જાેવા મળ્યા હતા. શિનોર, કરજણ, વરણામા ની આશાવર્કર એકપણ બહેનો ને વળતર ચૂકવવામાં આવ્યું નથી..ગઈ કરજણ વિધાન સભા ની પેટા ચૂંટણી પણ અડીખમ રહી સવાર છ વાગ્યા થી સાંજના ૭ વાગ્યા સુધી તેનું પણ સરકાર કે અધિકારી દ્વારા વેતન આશાવર્કર બહેનો ને આપવામાં આવ્યું નથી.જે અધિકારીઓ નો પગાર ફિક્સ પગાર છે.તેમની પાસે કોઈપણ જાતનું પ્રુફ માંગવામાં આવતું નથી.