વિશ્વની સૌથી મોટી કંપની appleમાં પણ છટણી કરવામાં આવી


વિશ્વની સૌથી મોટી કંપની છॅॅઙ્મીમાં પણ છટણી કરવામાં આવી છે. કંપનીએ એપલ બુક્સ એપ (છॅॅઙ્મી મ્ર્ર્ાજ છॅॅ) અને એપલ બુકસ્ટોરમાંથી લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. એવું માનવામાં આવે છે કે છॅॅઙ્મી મ્ર્ર્ાજ હવે કંપની માટે પ્રાથમિકતા નથી. કંપની હવે તેને ચલાવવા માટે એટલી ઉત્સાહિત નથી. જાેકે કંપની એપલ બુક્સને અપડેટ્‌સ આપવાનું ચાલુ રાખશે. મળતી માહિતી મુજબ લગભગ ૧૦૦ કર્મચારીઓ આ છટણીનો ભોગ બન્યા છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, એપલમાં છટણી જેવા પગલા ઝડપથી લેવામાં આવતા નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ તમામ કર્મચારીઓને સર્વિસિસ વિભાગમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ છટણીમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓને પણ અસર થઈ છે. સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એડી ક્યૂને સર્વિસ ગ્રુપમાંથી પણ ઘણા લોકોને દૂર કરવામાં આવ્યા છે. સૌથી વધુ અસર એપલ બુક્સ અને એપલ બુકસ્ટોરના કર્મચારીઓ પર પડી છે.

કંપનીના એક કર્મચારીને ટાંકીને આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીને હવે એપલ બુક્સ અને એપલ બુકસ્ટોર પાસેથી વધારે અપેક્ષાઓ નથી. જાે કે તે હાલમાં તેને ચાલુ રાખશે. તેમણે જણાવ્યું કે કંપની આ છટણી અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરી રહી નથી. જાે કે, કંપની એપલ ન્યૂઝ ચલાવવાનું ચાલુ રાખશે. અગાઉ એપલે સેલ્ફ ડ્રાઇવિંગ કાર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. તેની નિષ્ફળતા પછી સેંકડો લોકોને છૂટા કરવામાં આવ્યા હતા.

તાજેતરમાં માહિતી સામે આવી હતી કે છॅॅઙ્મી ભારતમાં લગભગ ૬ લાખ નોકરીઓ આપવા જઈ રહી છે. તેમાંથી આઇફોન મેન્યુફેક્ચરિંગ વેન્ડર્સ દ્વારા લગભગ ૨ લાખ સીધી નોકરીઓનું સર્જન કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે દરેક સીધી નોકરી ૩ પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે. આ સિવાય એપલે મ્યૂઝિક સપ્લાય માટે ભારતી એરટેલ સાથે કરાર પણ કર્યો છે. એરટેલ યુઝર્સ હવે એપલ ટીવી અને એપલ મ્યૂઝિકનો આનંદ માણી શકશે. એરટેલે તેની ઉઅહા સ્ેજૈષ્ઠ એપને બંધ કરવાનો ર્નિણય લીધો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution