આગામી ઇદ તહેવાર પર કોરોનાની ગાઇડલાઇનનો અમલ કરવા અપીલ

રાનકુવા,તા.૩૦ 

ઈદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે વર્તમાન સમયમાં સમગ્ર દેશભરમાં કોરોનાવાયરસ ની મહામારી અંતર્ગત સરકાર દ્વારા કોવિડ-૧૯ ની ગાઈડલાઈન અમલીકરણમાં છે ત્યારે નાનું સંક્રમણ ન થાય તે માટે તેમજ પર્વ ની શાંતિના માહોલ માં ઉજવણી થાય એ માટે આજરોજ ગણદેવી પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં ગાઈડ લાઈન ના અમલીકરણ સાથે પર્વની ઉજવણી કરવા માટે બેઠકમાં ઉપસ્થિત તમામ આગેવાનોએ સંમતિ દર્શાવી હતી.

 ઇદના તહેવારની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ગણદેવી પોલીસ મથકમાં આજરોજ પોલીસ મથકના પી.એસ.આઇ કે.કે.સુરતી તેમજ નગરના આગેવાનોની આજરોજ સવારે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી બેઠકમાં નગરના આગેવાનો નગરપાલિકાના પ્રમુખ ગોપાલભાઈ ગોહિલ. મુન્નાભાઈ માસ્તર. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો કલ્પેશભાઈ પટેલ. રાજુભાઈ ઢીમમર. બશીર શેખ. રસિકભાઈ મુજાવર. રફિકભાઈ શેખ સહીત નગરના ૫૦ જેટલા આગેવાનો હાજર રહ્યા હતા. ઉપરોક્ત બેઠકમાં તાજેતરમાં સમગ્ર દેશભરમાં ચાલી રહેલ કોરોનાવાયરસ ના ચેપી રોગ અંગે સરકારની ગાઈડ લાઈન મુજબ દરેકે તહેવારની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવી એવું નક્કી કરવામાં આવ્યો હતું પી.એસ.આઇ સુરતીએ દરેકને પર્વની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય ઉપરાંત સરકારની ગાઇડ લાઇનનો પણ અમલીકરણ થાય એ માટે કેટલાક સૂચનો સાથે અપીલ કરી હતી . જેમાં ઉપસ્થિત તમામ આગેવાનોએ સહકાર આપવા આવી સંમતિ દર્શાવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution