પોતાના પરિવારને છોડી અમેરિકાથી ભારતની મદદે આવી રહી છે 100 નર્સ

નવી દિલ્હી

અમેરીકાની નર્સના એક ગ્રુપે ભારતની ભારતની મદદ કરવાનો નિર્ણય કર્યો છે અને તે માટે 100 થી વધારે અમેરીકાની નર્સ ઘર અને પરિવાર છોડીને ભારત આવી રહી છે. આ બાબતે તેઓ વિઝા અને અન્ય મુદે ભારત સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે આ તમામ નર્સની ઇચ્છા છે કે જૂનના પહેલા અઠવાડિયા સુધી તેઓ ભારત આવી જાય. ઉલ્લેખનીય છે કે નર્સના આ ગ્રુપ દ્વારા આ મિશનને નર્સ ઓન એ મિશન નામ આપવામાં આવ્યું છે.

આપને જણાવી દઇએ કે આ આઇડિયા વોશિંગ્ટનના નર્સ ચેલ્સિયા વોલ્શનો છે. આ નર્સ દ્વારા એક સોશિયલ મીડિયા ગ્રુપમાં ભારતની હૉસ્પિટલ અને સામૂહિક અંતિમ સંસ્કારની તસ્વીરો શેર કરવામાં આવી અને લખ્યુ કે આ બધુ જોઇને અમે દુ:ખી છીએ, અમે ભારત જવાની તૈયારી કરી લીધી છે.

મહત્વપૂર્ણ છે કે વૉલ્શ અગાઉ ભારતમાં એક અનાથાલયમાં સેવા આપી ચૂક્યા છે. તેઓ કહે છે કે, ‘આ પોસ્ટ પછી છેલ્લા થોડા દિવસથી મારો ફોનમાં સતત રિંગ વાગી રહી છે. થોડા જ દિવસોમાં ભારતની મદદ માટે સમગ્ર અમેરિકામાંથી નર્સ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. ભારતના મેડિકલ પ્રોફેશનલ્સને મુશ્કેલીના આ સમયમાં અમારી જરુર છે. અમે ચમત્કાર ન કરી શકીએ પરંતુ અમારુ બધુ દાવ પર લગાવવા અમે તૈયાર છીએ.

વોલ્શ દ્વારા પહેલા ઇચ્છુક નર્સને કામમમાં પડનારી મુશ્કેલીઓ વિશે જાણકારી આપવામાં આવે છે. નર્સ કહે છે અમને બધુ જ મંજૂર છે. ઉલ્લેખનીય છે કે ગ્રુપ બનાવ્યા બાદ નર્સનું ગ્રુપ ટર્ન યોર કન્સર્ન ઇન ટુ એક્શન ફાઉન્ડેશન સાથે જોડાયેલુ છે. જે ભારતમાં તેમના રહેવાની પણ વ્યવસ્થા કરશે.

આ ટીમ નિ:શુલ્ક સેવા આપશે અને ખિસ્સા ખર્ચ પણ પોતે જ ઉઠાવશે. કેટલીક નર્સ ભારત આવવની ટ્રિપનો ખર્ચો કરવા માટે સક્ષમ નથી. તેમણે ક્રાઉડ ફંડિગ ગોફંડમીમાં અમેરિકન નર્સીસ ઓન મિશન ટુ ઇન્ડિયા નામની અરજી કરી છે. તેમનું લક્ષ્ય 50 હજાર ડોલર એટલે કે આશરે 36 લાખ ભેગા કરવાનું છે અને આ ટીમ દ્વારા રવિવાર સુધી 12 લાખ ભેગા થઇ ચૂક્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution