ગોધરા.તા.૧૯
રાજકોટ જામનગરના કેટલાક કિન્નર સમાજના લોકો દ્વારા ગોધરા શહેરના કિન્નરોને જાતિ વિષયક શબ્દો બોલવા ઉપરાંત ટેલીફોનીક ધાક ધમકીઓ આપતા હોવાને લઈ ગોધરાના કિન્નર સમાજમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.જે અંગે ગોધરા કિન્નર સમાજ દ્વારા પંચમહાલ એસ.પી. કચેરી ખાતે પહોંચી રજુઆત કરવામાં આવી હતી.ન્યાય આપો ન્યાય આપો ના સુત્રોચ્ચાર સાથે ખોટી રીતે ધમકીઓ આપનાર કીન્નર સમાજના લોકો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધવા ગોધરા કિન્નર સમાજે પોલીસ સમક્ષ માંગ કરી હતી. જેમાં ગોધરા કિન્નર સમાજના આગેવાન સમા માસી એ જણાવ્યું હતું કે આજે અમે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ની કચેરી એ આવી જણાવીએ છીએ કે અમે ગોધરા,ચોટીલા અને મોરબી નાં પાવૈયા ઓને રાજકોટ,જામનગર,ગોંડલ અને સમાગમ વાળા કિન્નરો દ્વારા અમારી વિશે શારીરિક માનસિક અને જાતિ વિષયક અભદ્ર શબ્દો બોલે છે.જેઓનો ત્રાસ પણ અતિશય વધવા પામ્યો છે.એના પ્રૂફ અને રેકોર્ડિંગ પણ અમારી પાસે છે. એ લોકો એવું જણાવે છે કે અમે તમારું કિડનેપિંગ કરી લઈશું.ત્યારે એ લોકો થકી અમને ખૂબ જ ટોર્ચર કરવામાં આવી રહ્યા છે.ત્યારે અમારા ગોધરા,ચોટીલા અને મોરબી નાં જેટલા પણ કિન્નર છે તેઓને કઈ પણ થશે તો તેની તમામ જવાબદારી રાજકોટ,જામનગર, ગોંડલ અને સમાગમ વાળા કિન્નરો ની રહેશે.અને અત્યારે મોરબી અને ચોટીલા નાં જેટલા પણ કિન્નર છે તે બીક નાં માર્યા ગોધરા આવતા રહ્યા છે.અને અમને ધમકી આપી રહ્યા છે કે તમે સામે મળશો તો તમારો હાલ ખરાબ કરીશું.તો અમારી પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ને નમ્ર અપીલ છે કે આ મામલે તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.અને અમારી જાન ને ખુબ જ ખતરો છે.અમને તેઓ મન ફાવે તેમ બોલે છે.અમારી પાસે રેકોર્ડિંગ સહિત નાં પુરાવા છે.અને તમારું કીડનેપિંગ કરી લઈશું માટે તમે મોરબી ખાલી કરો.માટે અમને ન્યાય આપો ની માંગ કરવા આવી હતી.