અનુષ્કા શર્મા-વિરાટ કોહલીએ બાળકોની પ્રાઈવસી માટે પાપારાઝીને ગિફટ મોકલી

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ફરી એક વખત પોતાના બાળકોની પ્રાઈવસીને લઈ ચર્ચામાં છે. કારણે તે બાળકોનું આટલું ધ્યાન રાખી રહ્યા છે. તો ચાલો આપણે જાણીએ આ સમગ્ર મામલો શું છે. બોલિવુડનું ફેમસ કપલ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી હંમેશા ચર્ચામાં રહે છે. ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તે પોતાના બાળકોની પ્રાઈવસીને લઈ ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર ચર્ચા પણ થઈ રહી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પાપારાજી માટે ખાસ ગિફટ મોકલી છે. સાથે એક નોટ પણ લખી છે.આ વીડિયોમાં જાેઈ શકાય છે કે, ગિફટ હૈમ્પરમાં ખાસ ગિફટ છે. જે વિરાટ અને અનુષ્કાએ પાપારાજીને મોકલી છે. સાથે એક નોટ લખી છે કે, હંમેશા અમારા બાળકોની પ્રાઈવસી રાખવા માટે અમને સપોર્ટ કરવા માટે ધન્યવાદ, વિથ લવ અનુષ્કા એન્ડ વિરાટગિફટ હેમ્પરનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેના પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું સ્વીટ છે. અન્યએ કહ્યું બ્યુટીફુલ, ત્રીજાએ કહ્યું પ્રાઈવસી તો બધાની રહેવી જાેઈએ. લોકો આ પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે અને લાઈક પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અનુષ્કા શર્માએ પોતાના બીજા બાળકને જન્મ આપ્યો છે તેના પુત્રનું નામ અકાય છે. અકાય પહેલા તેમને એક પુત્રી વામિકા છે. કપલ હંમેશા બાળકોને લઈ ખુબ પ્રોટેક્ટિવ રહે છે. હજુ સુધી કપલે ચાહકોને બંન્ને બાળકોમાંથી કોઈનો ચહેરો દેખાડ્યો નથી. ચાહકો ખુબ આતુરતાથી આ બાળકોના ચેહરો જાેવાની રાહ જાેઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી હાલ આઈપીએલ ૨૦૨૪માં વ્યસ્ત છે. તો બોલિવુડ અભિનેત્રી પુત્રના જન્મ બાદ બોલિવુડ થી દુર છે. અનુષ્કા પતિ વિરાટ કોહલીને મેચમાં સપોર્ટ કરતી પણ જાેવા મળી હતી. જેના વીડિયો અને ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution