અનુષ્કાને દીકરીના કારણે વહેલા સૂઈ જવાની ટેવ પડી

અ નુષ્કા શર્મા અન્ય કેટલાક એક્ટર્સની જેમ આર્મી બૅકગ્રાઉન્ડ ધરાવે છે. તે એક ખૂબ શિસ્ત ધરાવતા પરિવારમાંથી આવે છે. બાળપણમાં તેણે અનુસરેલી શિસ્ત હવે તે પોતાના બાળકોમાં ઉતારવાની કોશિશ કરી રહી છે. હાલ છેલ્લાં કેટલાંક સમયથી અનુષ્કા ફિલ્મો અને જાહેર કાર્યક્રમોથી દૂર છે. બુધવારે તે એક કાર્યક્રમમાં મુંબઈ ખાતે હાજર રહી હતી, ત્યારે તેણે પૅરેન્ટિંગ અંગે વાત કરી હતી. આ કાર્યક્રમમાં એક્ટર અને ફેશન ડિઝાઇનર મસાબાએ પૂછેલા સવાલના જવાબમાં અનુષ્કાએ કહ્યું હતું કે આ સમયના માતા-પિતા ઘણા નસીબદાર છે, કારણ કે તેમની પાસે પૅરેન્ટિંગ અંગે ઘણી માહિતી ઉપલબ્ધ છે. તેણે કહ્યું,“એ એવું છે કે, ઓહ, મને આ બાબતે મુશ્કેલી પડી રહી છે અને બૂમ..ઇન્સ્ટાગ્રામ અલગોરિધમ, એ તમને કહી દેશે કે તમે તમારા બાળક સાથે શું ખોટું કરી રહ્યા છો અને તમારે શું કરવું જાેઈએ. આ એક બહુ મોટા આશીર્વાદ છે, પણ ક્યારેક એ તમને પાગલ કરી નાખે છે.” તેનાં ઉછેરમાં તેનાં માતા-પિતાએ શિસ્તને કેવી સહજ બનાવી દીધી હતી, તે અંગે અનુષ્કાએ જણાવ્યું,“દાખલા તરીકે, જાે અમે જમવાના ટેબલ પર કોઈ નખરા કરવાના શરૂ કરીએ અને અમારે કશુંક ન ખાવુ હોય, તો અમારા પિતા અમારા પર ગુસ્સે ન થતા. એ એટલું જ કહેતા, “સારું, જતા રહો અહીંથી. પણ જ્યારે ભૂખ લાગશે ત્યારે આ જ ખાવું પડશે.” આ બહુ મહત્વનું છે , કારણ કે તો જ આપણે સમજીશું સાથે જ તેણે એક ખેલાડી સાથે લગ્ન કર્યા હોવાથી વહેલા સૂવાની અનુકૂળતા અને આખા પરિવારને વહેલા ઉંઘવાની આદત પડવા વિશે પણ વાત કરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution