મુંબઇ
આ દિવસોમાં અનુષ્કા શર્મા તેની ગર્ભાવસ્થાના સમયગાળાને ઇન્જોય કરી રહી છે. આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અનુષ્કા શર્મા તેના ચાહકોમાં ચર્ચામાં રહેવા માટે રસપ્રદ પોસ્ટ્સ શેર કરતી જોવા મળે છે. પરંતુ હાલમાં જ અનુષ્કા તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફોટોગ્રાફરનો ક્લાસ લેતી જોવા મળી હતી. આ ફોટોગ્રાફરે વિરાટ કોહલી સાથેના તેમના પ્રાઇવેટ સમયનો ફોટો લીધો હતો. આ ફોટો શેર કરતી વખતે અનુષ્કાએ આ બધાને આ બધું તાત્કાલિક બંધ કરવા સૂચના આપી છે.
અનુષ્કા શર્માએ સ્ટોરીમાં એક પોસ્ટ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ પોસ્ટમાં, અનુષ્કા અને વિરાટ કોહલી સાથે મળીને ક્વોલીટી સમય વિતાવી રહ્યા છે. આ સમય દરમિયાન, કોઈએ દૂરથી તેનો ફોટો લીધો છે. તે જ સમયે, આ ફોટો બહાર આવ્યા પછી, તાબડતોડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. પરંતુ અનુષ્કાને આ વાત બિલકુલ પસંદ આવી નહી. જેના કારણે તેણે તસવીર શેર કરતી વખતે નારાજગી વ્યક્ત કરી છે.