હિજાબ વિરોધી મસૂદ પેઝેશ્કીન ઈરાનના નવા રાષ્ટ્રપતિ બન્યા


 તહેરાન:ઈરાનના ઉદારવાદી નેતા મસૂદ પેઝેશ્કીને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતીને કટ્ટરપંથી નેતા સઈદ જલીલીને ૩૦ લાખ વોટથી હરાવી દીધા. મસૂદને ૧.૬૪ કરોડ વોટ મળ્યા હતા. જ્યારે જલીલીને ૧.૩૬ કરોડ વોટ. ઉલ્લેખનીય છે કે ઈરાનમાં ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ઈબ્રાહીમ રઈસી ફરીવાર દેશના રાષ્ટ્રપતિ બન્યાં હતા.

મસૂદ પેઝેશ્કીયન હવે ઈરાનના ૯મા રાષ્ટ્રપતિબ ની ગયા છે. તે હિજાબવિરોધી અને ઉદારવાદી નેતા તરીકે જાણીતા છે. ઉલ્લેખનીય છે કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈસીનું નિધન થયા બાદ ફરી એકવાર દેશમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈબ્રાહીમ રઈસી ૧૯મેના રોજ હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામી ગયા હતા.

મસૂદ પેઝેશ્કીયન એક સર્જન રહી ચૂક્યા છે. તે હાલમાં દેશના સ્વાસ્થ્યમંત્રી છે. ચૂંટણીથી પહેલા રાજકીય ભાષણો દરમિયાન તેમણે અનેકવાર હિજાબનો વિરોધ કર્યો હતો. તે મોરલ પોલિસિંગનો પણ વિરોધ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં હિજાબનો મુદ્દો છવાઈ ગયો હતો

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution