ટોકયો-
ટોક્યો ઓલિમ્પિકમાં અંશુ મલિકની કુસ્તીમાં સારી શરુઆત રહી ન હતી.મહિલાઓના 57 કિલો કેટેગરીમાં ભારતની અંશુ મલિક રેપચેજ રાઉન્ડમાં રશિયનની ખેલાડી વેલેરિયા સામે હાર મળી હતી. બીજી તરફ, વિનેશ ફોગાટ ક્વાર્ટર ફાઇનલમાં બેલારુસિયન કુસ્તીબાજ સામે હાર ગઈ હતી.
જો અંશુ રેપચેજ રાઉન્ડમાં મેચ જીતી હોત તો બ્રોન્ઝ મેડલ જીતવાની તેમની પાસે તક હતી. પરંતુ રશિયાની કુસ્તીબાજની જીત બાદ અંશુએ બ્રોન્ઝ મેડલ જીતવાની તક ગુમાવી છે. વેલેરિયાએ અંશુને 5-1 ના વિશાળ અંતરથી હાર આપી છે. બીજી તરફ વિનેશ ફોગાટે તેની પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ સરળતાથી જીતી હતી પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં હારી મળી છે. મેચના પ્રથમ રાઉન્ડમાં રશિયન કુસ્તીબાજ વેલેરિયાએ 1-0ની લીડ મેળવી હતી. પરંતુ આ પછી ભારતના અંશુ મલિકે બીજા રાઉન્ડની જોરદાર શરૂઆત કરી. તેણે મેચની બરાબરી કરી. પરંતુ તેને લીડમાં રૂપાંતરિત કરી શકી નહીં.જ્યારે રશિયન કુસ્તીબાજે 4 પોઈન્ટની લીડ મેળવી લીધી. પઆવ્યું રિણામ એ કે રેપચેજ રાઉન્ડ દ્વારા મેડલ જીતવાનું ભારતીય કુસ્તીબાજનું સપનું અધુરું રહ્યું.