ડભોઇ, તા.૨૨
ડભોઇ વડોદરા રોડ વચ્ચે તાલુકાના પલાસવાડા ગામ નજીક સંતરા ભરેલ ટ્રકનુ એકાએક ટાયર ફાટી જતા ચાલક દ્વારા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક રોડ ની બાજુમાં આવેલ ખાડામાં ઉતરી ગઈ હતી જ્યારે સવારે ગાઢ ધુમ્મતને કારણે પાછળ આવતી ટ્રક તે ટ્રક માં અથડાઇ હતી. સમગ્ર બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી.
ભિલાપુર અને પલાસવાળા ની મધ્યમાં સવારે ચાર વાગ્યે ના ગાળામાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. રોડ ઉપર આગળ ચાલતી સંતરા ભરેલી ટ્રક નું ટાયર ફાટતા ટ્રક રોડ ની બાજુમાં આવેલા ખાડા માં ઉતરી ગઈ હતી જ્યારે વહેલી સવારે ગાઢ ધૂમ્મસને કારણે પાછળ થી આવતી ટ્રક ને આગળ થયેલ અકસ્માત દેખા ન દેતા પાછળ આવતી ટ્રક ધડાકાભેર સંતરા ભરેલી ટ્રક સાથે અથડાતા રોડ પર સંતરા ની રેલમછેલ થવા પામી હતી. સદભાગ્યે કોઈ જાનહાની કે કોઈ ઇજા થવા પામી ન હતી.