શ્રીનગર-
ગુરુવારે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના ચદુરા વિસ્તારમાં અજ્ઞાત આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યા પછી એએસઆઈ રેન્કનો એક અધિકારી શહીદ થયો હતો.
નુ બડોલે તરીકે ઓળખાતા, શહીદ એએસઆઈ મહારાષ્ટ્રના નાગપુરના છે. તેના પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની સર્વિસ રાઇફલ પણ તેઓ લઇને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. આ હુમલો બડગામ જિલ્લાના ચાડુરાના બાદીપોરા વિસ્તારમાં સવારે 7.45 વાગ્યે થયો હોવાનું કહેવાય છે. આતંકીઓએ સીઆરપીએફ જવાનો પર ફાયરિંગ કર્યું હતું અને સીઆરપીએફનો એક એએસઆઈ રેન્ક અધિકારી ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારબાદ તેની સર્વિસ રાઇફલ છીનવીને આતંકીઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.
સલામતી દળના એક અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે, "આતંકવાદીઓએ 7.45 કલાકે બી / 117 બી.એન. સી.આર.પી.એફ. ની તૈનાત સૈનિકો ઉપર ફાયરિંગ કર્યું હતું. 117 બી.એન. ના એક એ.એસ.આઈ.ને ગોળીથી ઇજા પહોંચી હતી અને તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સૈનિકોએ વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે,"
ઇજાગ્રસ્ત અધિકારીને સારવાર માટે 92 બેઝ આર્મીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બાદમાં તેણેએ ઈજાઓ પહોંચતાં દમ તોડી દીધો હતો. સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને પકડવા માટે ભારે શોધખોળ શરૂ કરી છે.
છેલ્લા 24 કલાકમાં બડગામ જિલ્લામાં આ બીજો આતંકી હુમલો છે. ગત રાત્રે બડગામના ખાગ વિસ્તારમાં આતંકવાદીઓએ બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ પર હુમલો કરી ગોળી મારી હતી.