પાદરા.તા.૯
પાદરા શહેરમાં મંગળવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. પાદરા નગર ના ભાવસારવાડ વિસ્તારમાં એક મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. પાદરામાં શહેરમાં વિસ્તારમાં એકા એક કોરોના પોઝીટીવ કેસ વધતા પંથકના લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.
કોરોના એક દિવસના વિરામ બાદ સતત પાંચમાં દિવસે પાદરા માં કોરોના પોઝીટીવ આવતા લોકોમાં ભયનો માહોલ વર્તાયો છે. દિવસે ને દિવસે પાદરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો વ્યાપ વધ્યો છે.પાદરા ના ભાવસારવાડ વિસ્તારમાં રહેતી મહિલા નો કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર તેમજ પાદરા મામલતદાર સહીત વિસ્તાર ના સ્થાનીક કોર્પોરેટરો ઘટના સ્થળે પહોચ્યા હતા. જયારે મામલતદારે આ વિસ્તાર ને કન્ટેઇનમેન્ટ ઝોન અને તેની આસપાસ ના વિસ્તારને બફર ઝોન જાહેર કરતા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી અને વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે.