વોશિંગ્ટન:અમેરિકાએ ભારત સહિત અનેક દેશોને મોટો ઝટકો આપ્યો છે. ઈલોન મસ્કના નેતૃત્વ હેઠળના ર્ડ્ઢંય્ઈ વિભાગે ભારતમાં વૉટર ટર્નઆઉટ માટે ફાળવવામાં આવતી ૨૧ મિલિયન અમેરિકન ડૉલરની ફન્ડિંગને રદ કરવાની જાહેરાત કરી ચોંકાવી દીધા છે. ર્ડ્ઢંય્ઈ તરફથી એક્સ પર ટિ્વટ કરવામાં આવી હતી કે અમેરિકન ટેક્સપેયર્સના પૈસા અત્યાર સુધી આ મામલાઓ પર ખર્ચવામાં આવતા હતા જે હવે બંધ કરવામાં આવી રહ્યા છે. આ મામલે ભારત તરફથી ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે વોટર ટર્નઆઉટ માટે ૨૧ મિલિયન ડૉલરની ફન્ડિંગ શબ્દ પર વાંધો ઊઠાવતા સવાલ કર્યો અને કહ્યું કે આ નક્કી જ ભારતની ચૂંટણી પ્રક્રિયામાં બાહ્ય હસ્તક્ષેપ દર્શાવે છે. આનાથી કોને લાભ થતો હશે? નક્કી જ સત્તાપક્ષને નહીં! ભારત ઉપરાંત અમેરિકાએ અન્ય દેશોના વોટર ટર્નઆઉટ ફન્ડિંગમાં પણ કાપ મૂક્યો હતો. બાંગ્લાદેશને અપાતી ૨૯ મિલિયન ડૉલરની ગ્રાન્ટ પણ રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઈલોન મસ્કના ર્ડ્ઢંય્ઈ ડિપાર્ટમેન્ટે વિદેશી સહાયતા હેઠળ અપાતી ફન્ડિંગમાં કુલ ૭૨૩ મિલિયન ડૉલરનો કાપ મૂકવાનો ર્નિણય લીધો છે.