ગાંધીનગર-
સ્થાનિક સ્વરાજ્યની આગામી મહિના માટે યોજાનારી ચુંટણીની તારીખ જાહેર કરવામાં આવી રહી છે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં 21 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકા 28 ફેબ્રુઆરીના રોજ અને નગરપાલિકા અને પંચાયતની ચુંટણી યોજાશે.
ગુજરાતમાં 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા ,31 જિલ્લા પંચાયતો અને 232 તાલુકા પંચાયતઓની ચુંટણી યોજાશે.
જ્યારે 6 મહાનગરપાલિકાની ચુંટણીનું પરિણામ 2 માર્ચના રોજ જાહેર કરાશે તેમજ નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતનું પરિણામ 5 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર કરતાની સાથે જે રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા તથા જિલ્લા અને તાલુકા પંચાયતમાં જ્યાં ચૂંટણી યોજાવવાની છે ત્યાં આચાર સંહિતા લાગુ પડી છે. જેમા મહાનગરપાલિકા માટે જાહેરનામું 23 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવશે. જ્યારે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે 8 ફેબ્રુઆરીના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે. મહાનગરપાલિકા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 6 ફેબ્રુઆરી અને જ્યારે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે 13 ફેબ્રુઆરી રહેશે.