અંક્લેશ્વર
અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કોસમડી ગામ પાસે પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનની અડફેટે કોંઢ ગામના બાઈક સવાર બે યુવાનોના ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયા હતા. વાલિયા તાલુકાનાં કોંઢ ગામ ખાતે રહેતા હર્ષદ સુરસીંગ વસાવા ઉ.વ.૨૩ તેમજ વિનોદ વિજયભાઈ વસાવા ઉ.વ.૨૪ સોમવારની મોડી રાત્રીના બાઈક લઇ અંકલેશ્વર -વાલિયા રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. દરમ્યાન કોસમડી ગામ પાસે પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં હર્ષદ વસાવા તેમજ વિનોદ વસાવાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. બનાવની જાણ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ ને થતા પોલીસ કાફલો દોડી આવી બંન્ને યુવકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરની ડિસ્પેન્સરી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.