અંક્લેશ્વર, અંકલેશ્વર નગરપાલિકા ના એક સફાઈ કર્મચારી માટે કુદરતની બક્ષીશ પોતાના શોખની સાથે ફરજ માં પણ નવી ઉર્જાનું સિંચન કરી રહી છે , અને પોતાના ઘરે થી સફાઈ કામ માટે નીકળતા ની સાથે જ લોકો રાકેશ ગુજ્જર ને આવકાર આપીને લતા મંગેશકર ના સ્વર માં ગીત સાંભળીને દિવસ ની શરૂઆત કરી રહ્યા છે.
અંકલેશ્વર ના ચૌર્યાસી ભાગોળ વિસ્તારમાં રહેતા અને ગરીબ પરિવારના રાકેશ ગુર્જર નગરપાલિકા માં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેઓને બાળપણ થી જ સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકર ના ગીત તેમના જ સ્વર માં ગાવાનો શોખ હતો, અને ન કોઈ સંગીતના ગુરુ કે ન કોઈ ટ્રેનિંગ વગર પોતાનામાં છુપાયેલી ગર્ભિત પ્રતિભાને ઉજાગર કરવા માટે સ્વયં જ કઠોર અભ્યાસ કરીને તેમાં નિપુણતા હાંસલ કરી હતી.રાકેશ ગુર્જર સવારે જ્યારે પોતાના ઘરે થી ઝાડુ લઈને સફાઈ કામ માટે નીકળે છે , ત્યારે તે લતા મંગેશકરના ગીત તેમના જ અવાજ માં ગાતા ગાતા જ પોતાના કાર્ય ને વેગ આપે છે, અંકલેશ્વર શહેર ના વિવિધ વિસ્તારો માં રાકેશ જયારે સફાઈ કામ માટે જાય છે ત્યારે તેના ચાહકો પહેલાથી જ તેની આતુરતા પૂર્વક રાહ જાેતા હોય છે અને તેના મુખે થી લતા મંગેશકર ના સ્વર માં ગીત સાંભળીને જ પોતાના ધંધા રોજગારની શરૂઆત કરે છે.રાકેશ ના સ્વર માં કુદરતની ભેટ છે તેવી શુભકામ ના પાઠવીને વેપારી વર્ગ પણ તેના પ્રત્યે પ્રેમની લાગણી વરસાવી રહ્યા છે.જ્યારે નગરપાલિકા ના સેનેટરી ઇન્સ્પેકટર રઘુવીરસિંહ મહિડા એ જણાવ્યુ હતુ કે રાકેશ ગુર્જર ના કંઠ માં મા સરસ્વતી ની દેણ છે , અને તે પોતાના સફાઈ કામ ને નિષ્ઠા પૂર્વક નિભાવી ને સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકર ના અવાજ માં ગીત ગાવા ના શોખ થી લોકો ને પણ સ્ટ્રેસ ફૂલ લાઇફસ્ટાઇલ માંથી હળવાફૂલ બનવા ની પ્રેરણા આપી રહ્યા છે. રાકેશ ગુર્જર આ અંગે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે કોઈ કામ નાનુ મોટુ નથી હોતુ, પરંતુ પોતાના કામ ને પ્રેમ કરી ને અને પોતાની અંદર છુપાયેલા શોખ અને પ્રતિભા ને વિકસાવવાથી દરેક મુશ્કેલ ભર્યુ કામ સરળતા થી પાર પાડી શકાય છે. લતા મંગેશકર ને તેઓએ પોતાની સરસ્વતી દેવી અને ગુરુ માને છે.