અનિલ ગુપ્તા અને અજય ગુપ્તાની ધરપકડ

દેહરાદુન :થોડા સમય પહેલા ઉત્તરાખંડના એક અગ્રણી બિલ્ડરે તેના બહુમાળી એપાર્ટમેન્ટની છત પરથી કૂદીને પોતાની સુસાઈડ નોટમાં અનિલ ગુપ્તા અને અજય ગુપ્તાના નામ આપ્યા હતા. રાજ્ય પોલીસે અનિલ ગુપ્તા અને અજય ગુપ્તાની આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું.દક્ષિણ આફ્રિકાએ કહ્યું કે તે ગુપ્તા બંધુઓની ધરપકડના અહેવાલ બાદ ભારત સરકાર સાથે વાતચીત કરશે. ગુપ્તા ભાઈઓમાંથી એક આફ્રિકન દેશની માલિકીના સરકારી સાહસોમાંથી કરોડોની લૂંટના આરોપમાં વોન્ટેડ છે. ભારતીય મૂળના અતુલ ગુપ્તા, અજય ગુપ્તા અને રાજેશ ગુપ્તા પર પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમા સાથેના તેમના નજીકના સંબંધો દ્વારા દક્ષિણ આફ્રિકામાં કરોડો રૂપયાની ઉચાપત કરવાનો આરોપ લાગેલો છે. જેકબ ઝુમાએ ૨૦૧૮માં રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યા બાદ, ત્રણેય ગુપ્તા ભાઈઓ તેમના પરિવાર સાથે દુબઈ ભાગી ગયા હતા.

જ્યારે યુએઈએ ૨૦૨૩માં રાજેશ અને અતુલની પ્રત્યાર્પણની વિનંતીને ફગાવી દીધી હતી, જેના પગલે દક્ષિણ આફ્રિકાએ તેમને ભાગેડુ જાહેર કર્યા હતા. બંને ભાઈઓએ દક્ષિણ આફ્રિકામાં આઈટી, મીડિયા અને માઈનિંગ સેક્ટરમાં મોટું સામ્રાજ્ય ઉભું કર્યું હતું. દક્ષિણ આફ્રિકામાં ગુપ્તા બંધુઓની મિલકતો જપ્ત કરવામાં આવી છે. તેણે પોતાની મિલકતોમાંથી મુક્તિ મેળવવા માટે કેસ દાખલ કર્યો છે.

ઉત્તરાખંડના એક અગ્રણી બિલ્ડરે તેના બહુમાળી એપાર્ટમેન્ટની છત પરથી કૂદીને પોતાની સુસાઈડ નોટમાં અનિલ ગુપ્તા અને અજય ગુપ્તાના નામ આપ્યા હતા. રાજ્ય પોલીસે શુક્રવારે અનિલ ગુપ્તા અને અજય ગુપ્તાની આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું. દરમિયાન, દેહરાદૂન કોર્ટે શનિવારે દક્ષિણ આફ્રિકા સ્થિત બંને ઉદ્યોગસાહસિકોને બિલ્ડર સતીન્દર સિંઘ ઉર્ફે બાબા સાહનીની આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.

જો કે, આ અજય ગુપ્તા છે કે જે તેના ભાઈઓ અતુલ અને રાજેશ સાથે દક્ષિણ આફ્રિકા ભાગી ગયો હતો તે અંગે અનિશ્ચિતતા છે. દક્ષિણ આફ્રિકાના ત્રણ ગુપ્તા ભાઈઓની વોન્ટેડ યાદીમાં અજય ત્રીજા ક્રમે છે. દક્ષિણ આફ્રિકાના ન્યાય વિભાગના પ્રવક્તા ક્રિસ્પિન ફિરીએ જણાવ્યું હતું કે, ‘જસ્ટિસ એન્ડ કરેક્શનલ સવિર્સિસે ભારતમાં ગુપ્તા ભાઈઓ અજય અને અનિલની ધરપકડના અહેવાલોની નોંધ લીધી છે. અમારું ધરપકડ વોરંટ રાજેશ અને અતુલ ગુપ્તા માટે હતું. તેમ છતાં, ચકાસણી અને સંભવિત જોડાણ માટે ભારતમાં હાઈ કમિશનર દ્વારા ઔપચારિક પ્રક્રિયાઓ ચાલી રહી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution