અનિલ અંબાણીની બંધ થયેલી કંપની અદાણી ગ્રુપ ખરીદશે



અદાણી પાવર લિમિટેડ રૂ. ૩,૦૦૦ કરોડમાં નાગપુર સ્થિત બુટીબોરી થર્મલ પાવર પ્લાન્ટને હસ્તગત કરવાની યોજના બનાવી રહી છે. પાવર સેક્ટરમાં એક ડગલું આગળ વધીને ગૌતમ અદાણી અનિલ અંબાણીની બંધ થયેલી કંપનીને હસ્તગત કરવા જઈ રહ્યા છે. અદાણી ગ્રુપની કંપની અદાણી પાવર નાગપુરમાં રિલાયન્સ પાવરનો ૬૦૦ મેગાવોટનો થર્મલ પ્લાન્ટ ખરીદવા માટે ચર્ચા કરી રહી છે. આ માટે ગૌતમ અદાણીની કંપની આ ડીલ માટે ઝ્રહ્લસ્ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની સાથે સક્રિય રીતે વાટાઘાટો કરી રહી છે. બિઝનેસ ન્યૂઝપેપર મિન્ટે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે અદાણી પાવર નાગપુરમાં ૬૦૦ મેગાવોટના બુટીબોરી થર્મલ પાવર પ્રોજેક્ટને ૨૦૦૦-૩૦૦૦ કરોડ રૂપિયામાં ખરીદવા માટે ચર્ચા કરી રહી છે. ડીલની કિંમત ૪-૫ કરોડ રૂપિયા પ્રતિ મેગાવોટ હોઈ શકે છે. બુટીબોરી થર્મલ પાવર પ્રોજેક્ટ એક સમયે નાદાર રિલાયન્સ પાવરની માલિકીનો હતો. હાલમાં તે વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર હેઠળ છે, જે રિલે પાવરની પેટાકંપની છે.રિપોર્ટ અનુસાર, આ પાવર પ્રોજેક્ટમાં બે પ્લાન્ટ છે અને તેની કિંમત લગભગ ૬૦૦૦ કરોડ રૂપિયા હોઈ શકે છે. ત્યારથી, તે હાલમાં બંધ છે અને તેના કારણે મૂલ્યાંકન પર અસર પડી છે. અગાઉ એપ્રિલમાં, અનિલ અંબાણીની કંપનીએ મહારાષ્ટ્ર સ્થિત વિન્ડ પાવર પ્રોજેક્ટ ત્નજીઉ રિન્યુએબલ એનર્જીને વેચી દીધો હતો.અદાણી ગ્રૂપે રિલાયન્સ પાવરને ખરીદ્યાના સમાચાર સામે આવ્યા બાદ રિલાયન્સ પાવરના શેર આકાશને આંબી રહ્યા છે. આજે કંપનીના શેરનો ભાવ અપર સર્કિટ એટલે કે ૫ ટકાને સ્પર્શ્યો હતો. હાલમાં રિલાયન્સ પાવરના એક શેરની કિંમત રૂ. ૩૨.૭૯ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution