અંગરખાઃ એક એવરગ્રીન ડ્રેસ

અંગરખા એ ભારતીય પરંપરાગત વસ્ત્ર છે જેને અનારકલી ડ્રેસ પણ કહે છે. મહિલાઓમાં આ ડ્રેસ સ્ટાઈલ ખુબ લોકપ્રિય છે. તે વિવિધ પ્રકારના કાપડ અને ડિઝાઇનમાં આવે છે. આ એક શાનદાર પહેરવેશ છે જે કોઈપણ પ્રસંગે પહેરી શકાય છે, અને તેની સાથે સહેલાઈથી વિવિધ ડીઝાઇન અને સ્ટાઇલનું મિશ્રણ કરી શકાય છે. અંગરખા એક એવરગ્રીન ડ્રેસ છે.

અંગરખા સ્ટાઇલ ડ્રેસ, જે સામાન્ય રીતે ભારતીય ઉપમહાદ્વીપમાં પહેરવામાં આવે છે, તેના મુળ રાજપૂત સામ્રાજ્ય સુધી પહોંચે છે. આ ડ્રેસની વિશિષ્ટ ડિઝાઇન અને ફિટિંગ તેને અન્ય પારંપરિક વસ્ત્રોથી અલગ બનાવે છે. અંગરખા મૂળરૂપે એક પ્રકારનું ટ્યુનિક છે, જે આગળના ભાગે ક્રોસ ઓવર સ્ટાઇલમાં બંધાય છે.

અંગરખા ડ્રેસની કેટલીક વિશેષતાઓ છે. જેની ડિઝાઇન અને ફિટિંગ ક્રોસ ઓવર ફ્રન્ટમાં હોય છે. અંગરખા ડ્રેસની સૌથી વિશિષ્ટ લાક્ષણિકતા એ જ છે. આ ડ્રેસ પહેરવામાં ખૂબ જ આરામદાયક હોય છે, ખાસ કરીને ગરમ હવામાનમાં તે વધુ અનુકુળ છે.

બટનો અને ટેસલ(લટકણ)

 અંગરખા ડ્રેસના બંધમાં બટનો અને ટેસલનો ઉપયોગ થાય છે, જે ડ્રેસનાં દેખાવમાં સુંદરતા વધારતા હોય છે. ગજી સિલ્ક,ચંદેરી સિલ્ક,અને ખાદી જેવા વિવિધ કાપડોમાં અંગરખા ઉપલબ્ધ છે. વિવિધ ઋતુઓમાં આ ડ્રેસ અનુકૂળ હોય છે કારણ કે તે હળવા અને ભારે બંને પ્રકારના કાપડમાં મળે છે. કઢાઈ, ઝરી વર્ક, વિવિધ લેસ,અને મીરર વર્ક જેવા વિવિધ પ્રકારના હસ્તકલા કાર્યનો ઉપયોગ કરીને તેની સુંદરતા વધારવામાં આવે છે.

આ સ્ટાઇલ ડિઝાઈનરોને પરંપરાગત અને ટ્રેન્ડી લુક વચ્ચે સંતુલન સાધવાની તક આપે છે, જે દરેક પેઢીના લોકો માટે આકર્ષક બની રહે છે.

અંગરખા વિવિધ રંગો અને ડિઝાઈનમાં ઉપલબ્ધ છે, જે દરેક તહેવારો અને પ્રસંગ માટે યોગ્ય છે. હળવા અને સરળ ડિઝાઇનવાળા અંગરખા રોજબરોજના વસ્ત્ર તરીકે પહેરવામાં આવે છે.

ભવ્ય પ્રસંગો અને સમારંભો માટે વિશિષ્ટ ડિઝાઇનવાળા અંગરખા પસંદ કરવામાં આવે છે. ઘણા ફેશન ડિઝાઇનરો આ પારંપરિક વસ્ત્રને આધુનિક લૂક આપીને, ફ્યુઝન વસ્ત્ર તરીકે રજૂ કરે છે.

અંગરખા રાજપૂત સંસ્કૃતિ સાથે જાેડાયેલો પરિધાન છે, અને તેના ઐતિહાસિક મહત્વને લીધે ઘણા લોકો માટે વર્તમાનમાં પણ અતિ પ્રિય છે.

ભવ્ય સમારંભો, તહેવાર માટે અંગરખા સાથે મેચિંગ દુપટ્ટા પહેરવામાં આવે છે. અને જ્વેલરી પરંપરાગત રાજપૂતી જ્વેલરી, જેમ કે કુંદન અને પોલકી જ્વેલરી, અંગરખા સાથે સારી રીતે સુસંગત થાય છે.

અંગરખા સ્ટાઇલના ફ્યુઝન વસ્ત્રો આંતરરાષ્ટ્રીય ફેશન શોમાં પ્રખ્યાત છે. ડિઝાઈનરો તેને વૈશ્વિક સ્તરે પ્રસ્તુત કરીને ભારતીય સંસ્કૃતિને અને કલાના ગૌરવને ઉજાગર કરી શકે છે.

 પ્રખ્યાત એક્સપર્ટસ અને સેલિબ્રિટી આ સ્ટાઈલને ઘણી પસંદ કરે છે. બોલીવુડ અને હોલીવુડ સેલિબ્રિટીઝ અંગરખા સ્ટાઇલને પસંદ કરતાં હોય છે, જે તેને વધુ લોકપ્રિય બનાવે છે.

ઑલ-સીઝન ડ્રેસઃ

 આ ડ્રેસ દરેક ઋતુમાં પહેરી શકાય છે. ગરમીઓમાં કોટનના અંગરખા અને ઠંડીમાં મખમલ કે ઉનના અંગરખા પહેરી શકાય છે.

અંગરખા સ્ટાઇલ ડ્રેસ તેની અનોખી ડિઝાઇન, આરામદાયક ફિટીંગ, અને વૈવિધ્યપૂર્ણ દેખાવને કારણે ફેશનપ્રેમી લોકોમાં ખુબ જ લોકપ્રિય છે. તે પ્રાચીન પરંપરાનું પ્રતિનિધિત્વ કરતો સાથે સાથે આધુનિક સમયમાં પણ ફેશનના વર્તમાન ધોરણોને અનુરૂપ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution