અમરાવતી : આંધ્રપ્રદેશમાં નવી સરકારની રચના પહેલા રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે તાડેપલ્લીમાં એપી સીઆઈડી અને વિજયવાડામાં એપી ફાઈબરનેટના કાર્યાલયોમાં તમામ પ્રવૃત્તિઓ હાલ માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. આ ર્નિણય આઉટગોઇંગ મુખ્યમંત્રી વાયએસ જગન મોહનના શાસન દરમિયાન બે કાર્યાલયોમાં અનિયમિતતાની ફરિયાદોને પગલે આવ્યો છે.
કરોડો રૂપિયાના કૌશલ્ય વિકાસ કેસમાં કથિત ભ્રષ્ટાચાર બદલ ઝ્રૈંડ્ઢ એ તેલુગુ દેશમ પાર્ટી (્ડ્ઢઁ)ના વડા ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચૂંટણી સંહિતા લાગુ હતી ત્યારે જીૈં્એ ચંદ્રાબાબુ પરિવારની હેરિટેજ કંપનીના દસ્તાવેજાે બાળી નાખ્યા હતા. ટીડીપી નેતાઓએ રાજ્યપાલને ફરિયાદ કરી હતી કે ચંદ્રબાબુને ફસાવવા માટે ખોટા દસ્તાવેજાે તૈયાર કરવામાં આવ્યા હતા.
રાજ્યપાલે તમામ દસ્તાવેજાે જપ્ત કરવા અને વરિષ્ઠ અમલદારોના કાર્યાલયોમાં તેને સાચવવાનો આદેશ આપ્યો છે. મુખ્ય સચિવ, વિશેષ મુખ્ય સચિવો, મુખ્ય સચિવો, સચિવો અને વિભાગોના વડાને આ દિશામાં સૂચના આપવામાં આવી છે.
રાજ્યપાલના આદેશ મુજબ, તાડેપલ્લીમાં સીઆઈડી ઓફિસને હાલ માટે સીલ કરવામાં આવી છે, એક અધિકારીએ ઉમેર્યું હતું કે અહીં કોઈ કામ હાથ ધરવામાં આવશે નહીં.
આ સિવાય પોલીસે વિજયવાડામાં એપી ફાઈબરનેટ ઓફિસનો કબજાે મેળવ્યો હતો. વિજયવાડા પોલીસે એપી ફાઈબરનેટ ઓફિસ ખાલી કરી દીધી અને ત્યાં કામ કરતા કર્મચારીઓને જગ્યા છોડી દેવાની સૂચના આપવામાં આવી. એક અધિકારીએ જણાવ્યું કે, સમગ્ર કેમ્પસને સીલ કરી દેવામાં આવ્યું છે.