તાજેતરમાં અનન્યા પાંડેની નવી વેબસિરીઝ ઝ્ર્ઇન્નું ટ્રેલર લોન્ચ થયું. નેટફ્લિક્સ પર રજૂ થનારી આ સિરીઝમાં અનન્યા એક એઆઈ આધારિત પાત્ર સાથે લડતી જાેવા મળશે. રણવીર સિંહ જેવું દેખાતું આ એઆઈ આધારિત પાત્ર લોકોના જીવન પર કાબૂ મેળવવાની શક્તિ ધરાવે છે અને તેના કારણે ઘણી મુસીબતો પેદા થતી જાેવા મળશે. આ વેબસિરીઝનું નિર્દેશન આદિત્ય મોટવાને કરવાના છે. જેમણે અગાઉ સેક્રેડ ગેમ્સ, એકે વર્સીસ એકે જેવી મજેદાર વેબસિરિઝ આપી છે.
-----પોલીસને ગોવિંદાની વાતનો ભરોસો કેમ નથી બેસતો ?
તાજેતરમાં અભિનેતા ગોવિંદાને પોતાની જ પિસ્તોલથી ગોળી વાગવાના સમાચાર સામે આવ્યા છે. જે બાબતે અભિનેતાએ પોતાના પ્રાથમિક નિવેદનમાં પોલીસને જણાવ્યું હતું કે એ જ્યારે પિસ્તોલ સાફ કરતો હતો ત્યારે મિસફાયર થવાને કારણે મને ગોળી વાગી હતી. પરંતુ પોલીસને તેની આ વાતનો વિશ્વાસ નથી બેસતો. પોલીસ અનુસાર ગોવિંદાને જે ગોળી વાગી છે એ ૦.૪૫ મિલિમીટર વ્યાસની છે, જ્યારે તેની પિસ્તોલ ૦.૩૨ મિલિમીટર વ્યાસની ગોળી ધરાવે છે. હાલ તો અભિનેતા હોસ્પિટલમાં એડમિટ છે અને તેની તબિયત હવે સારી હોવાનો ઓડિયો મેસેજ તેણે જાહેર કર્યો છે.
------મહિમા ચૌધરી એક સમયે એક્સિડન્ટના કારણે મોતના મુખમાંથી માંડ બહાર આવી હતી !
મહિમા ચૌધરી એક સમયે ખૂબ સફળ અભિનેત્રી રહી ચૂકી છે. પંરતુ બાદમાં તેને કેન્સર થતા તેણે અભિનયમાંથી રજા લીધી હતી. જ્યારે હવે ૮ વર્ષ બાદ મહિમા ચૌધરી ફરી એક વાર રૂપેરી પડદે પાછી ફરી રહી છે. તે હાલમાં રજૂ થનારી ફિલ્મ સિગ્નેચરમાં અનુપમ ખેર સાથે જાેવા મળશે. તેના તાજેતરના એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ જૂની યાદો તાજી કરતા જણાવ્યું હતું કે, ૧૯૯૯માં ફિલ્મના શૂટિંગ વખતે તે એક જીવલેણ અકસ્માતનો ભોગ બની હતી. ડોકટરે તેને એકથી વધુ સર્જરી કરવાની સલાહ આપી હતી, તેમજ તેના માટે ભવિષ્યમાં ફિલ્મમાં કામ કરવું પણ શક્ય નહીં બને તેવું જણાવ્યું હતું. જાેકે બાદમાં બધું સારું થઈ જતા તેણે ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યુ હતું.
------કોલેજના દિવસોમાં અમિતાભ બચ્ચનને પ્રતિદિન ૨૦૦ સિગારેટ પીવાની ટેવ હતી
આજે બધા જાણે છે કે બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન દારૂ વગેરેથી દૂર રહે છે અને કોઈપણ પ્રકારનું ધૂમ્રપાન કરતા નથી. પરંતુ તે વર્ષો પહેલા આવા નહોતા.
એક ઈન્ટરવ્યુમાં અમિતાભે કહ્યું હતું કે તેઓ ખૂબ ધૂમ્રપાન કરતા હતા, માંસ ખાતા હતા અને દારૂ પણ પીતા હતા. તેણે કહ્યું, “જ્યારે હું કોલકાતામાં રહેતો હતો, ત્યારે હું દિવસમાં ૨૦૦ સિગારેટ પીતો હતો. પરંતુ બોમ્બે આવ્યા પછી મેં તે બધું જ છોડી દીધું હતું. હું ઘણું પીતો હતો, મેં તે આદત પણ છોડી દીધી હતી. મેં નક્કી કર્યું કે હવે આની કોઈ જરૂર નથી, સિવાય કે હું દેશની બહાર હોઉં અને શાકાહારી ખોરાક મળવો મુશ્કેલ હોય.” આ જ ઈન્ટરવ્યુમાં અમિતાભે અહિંસક વ્યક્તિ હોવાની વાત પણ કરી હતી. અભિનેતાએ કહ્યું હતું કે યુવાનીમાં તેને થોડો ગુસ્સો આવતો હતો પરંતુ મોટા થતાં તેણે આ આદત છોડી દીધી હતી.
-----શું રિતિક રોશને ગુપચુપ રીતે લગ્ન કરી લીધા ?
પહેલી પત્ની સુઝૈન ખાનથી છૂટાછેડા લીધા બાદ અભિનેતા રિતિક રોશન લાંબા સમયથી સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. રિતિક અને સબા દરરોજ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે પ્રેમથી ભરેલી તસવીરો શેર કરતા રહે છે. પરંતુ હાલમાં રિતિકે સબા સાથે કંઈક શેર કર્યું છે જેનાથી તેમના લગ્નની ચર્ચા તેજ થઈ ગઈ છે.આ પોસ્ટમાં રિતિક અને સબા સાથે જાેવા મળે છે. ફોટો ખૂબ જ સુંદર છે, જે તમારું દિલ જીતી લેશે. પરંતુ તેના કરતાં પણ વધુ, પોસ્ટનું કેપ્શન દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે, જેમાં લખ્યું છે - હેપ્પી એનિવર્સરી પાર્ટનર અને તારીખ પણ લખી છે ૧-૧૦-૨૦૨૪. રિતિક રોશનની આ પોસ્ટ જાેયા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કદાચ રિતિક અને સબાએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. જાેકે આ વાતની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.