વિકી કૌશલની ‘બેડ ન્યૂઝ’માં અનન્યા પાંડેનો કેમિયો જોવા મળશે 

અનન્યાએ આનંદ તિવારીની આ ફિલ્મ ‘બેડ ન્યૂઝ’માં સ્પેશિયલ અપીઅરન્સ માટેનું શૂટ પૂરું કરી લીધું છે. તેણે ૧૯ એપ્રિલે આ શૂટ પૂરું કર્યું, જેમાં તે તૃપ્તિ ડીમરી સાથે એક શેફના રોલથી જોડાયેલી છે. જુહૂની એક હોટેલમાં આ શૂટ કરવામાં આવ્યું હતું, જેમાં અનન્યાને જોવા માટે પાપરાઝી અને ફેન્સની ભીડ એકઠી થઈ હતી. આ ફિલ્મના વધુ સીન માટેનું શૂટ ૧૩ મેના રોજ થશે. આ ઉપરાંત અનન્યા કરણ જોહર સાથે વધુ એક પ્રોજેક્ટમાં કામ કરી રહી છે. ‘કોલ મી બૅ’નામની આ વેબ સિરીઝમાં અનન્યા એક પૈસાદાર ફેશનિસ્ટાનો રોલ કરી રહી છે. આ ઉપરાંત તે અક્ષય કુમાર સાથે ‘શંકરા’ કરી રહી છે, જે તેનો પહેલો રીયલ-લાઇફ ઘટના આધારીત પ્રોજેક્ટ છે. આ ફિલ્મ ૧૯૧૯માં જનરલ ડાયરને ખુલ્લા પાડવામાં સી શંકરન નાયરની ભૂમિકાથી પ્રેરિત એક કાનૂની લડતની ફિલ્મ છે. જેમાં અક્ષય કુમાર એક વકીલની ભૂમિકા કરી રહ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution