આણંદ મહાનગરપાલિકાને ૨ ઝોનમાં વહેંચીને ૨૦થી વધુ વિભાગોને કાર્યરત કરવામાં આવ્યા

આણંદ, આણંદ મહાનગરપાલિકામાં વહીવટી સરળતા માટે બે ઝોન કાર્યરત કરવામાં આવ્યાં છે રાજ્ય સરકાર દ્વારા આણંદને મહાનગરપાલિકાનો દરજ્જાે આપવામાં આવ્યો છે. મહાનગરપાલિકામાં વિવિધ વિભાગો કાર્યરત કરવા સાથે વિવિધ કામગીરી શરૂ કરવામાં આવી છે. આણંદ મહાનગરપાલિકામાં આણંદ, વલ્લભ વિદ્યાનગર, કરમસદ નગરપાલિકા અને મોગરી, લાંભવેલ, જીટોડીયા અને ગામડી ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે.આણંદ મહાનગરપાલિકામાં હાલમાં વહીવટી સરળતા માટે ઈસ્ટ અને વેસ્ટ એમ બે ઝોનલ ઓફિસ કાર્યરત કરવામાં આવી છે. આણંદ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થતા મહાનગરપાલિકામાં વિવિધ ૨૦ જેટલા વિભાગો કાર્યરત કરવા સાથે આ તમામ વિભાગના વડાઓની પણ નિમણુંક કરવામાં આવી છે. જેનાથી લગ્ન નોંધણી, આકારણી સહિતની કામગીરી હવે સરળ બનશે. ઈસ્ટ ઝોનમાં આણંદ, મોગરી, જીટોડીયા અને ગામડી વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે વેસ્ટ ઝોનમાં બાકરોલ, કરમસદ, વલ્લભ વિદ્યાનગર અને લાંભવેલ વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આણંદ મનપામાં સમાવિષ્ટ મોગરી, લાંભવેલ, જીટોડીયા અને ગામડીના નાગરિકોને જન્મ મરણ નોંધણી, જન્મના પ્રમાણપત્ર અને આકારણી પત્રકની નકલ જે તે વિસ્તાર ખાતેથી મળી રહેશે. મનપા સ્થિત રજિસ્ટ્રાર કચેરીમાં લગ્નની નોંધણી થશે આણંદ મનપામાં આણંદ, વિદ્યાનગર, કરમસદ પાલિકા તથા મોગરી, લાંભવેલ, જીટોડીયા અને ગામડી ગ્રામ પંચાયતનો સમાવેશ કરાયો છે. નાગરીકોએ લગ્નની નોંધણી માટે આણંદ મહાનગરપાલિકા સ્થિત રજિસ્ટ્રાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે એમ નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ.કે. ગરવાલે જણાવ્યું છે.આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ મોગરી, લાંભવેલ, જીટોડીયા અને ગામડીના નાગરિકો હાલમાં જન્મ મરણ નોંધણી, જન્મના પ્રમાણપત્ર અને આકારણી પત્રકની નકલ જે તે વિસ્તાર ખાતેથી મળી રહેશે. બે ડેપ્યુટી કમિશનરોને વિભાગોની જવાબદારી સોંપવામાં આવી આણંદ નાયબ મ્યુનિસિપલ કમિસ્નર નિલાક્ષ મકવામાને વહીવટ, સિટી, ઈજનેરી અને સીટી બ્યુટીફિકેશન, મિકેનિક લ ઈજનેરી,ઇલેક્ટ્રિક ઈજનેરી, ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ, ગાર્ડન, લેન્ડસ્કેપ, ગ્રીન સ્પેસ ડેવલપમેન્ટ અને રમત ગમત, જન સંપર્ક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશનની કામગીરી સોંપવામાં આવી છે. જ્યારેનાયબ મ્યુનિસિપલ કમિશનર એસ. કે. ગરવાલને, સેક્રે ટરીયેટ, સંકલન, હિસાબ , ઓડિટ , વેરા , સેનિટેશન , આરોગ્ય , રખડતાં ઢોર અંકુશ, ફાયર અને ઇમરજન્સી સર્વિસીઝ, શહેરી મેલેરિયા અને કાયદા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution