અમેરિકન ઈકોનોમીમાં અણધાર્યો સુધારો જાેવા મળ્યો ઃ જીડીપીમાં ૨.૮ ટકાનો વધારો



અમેરિકાની ઈકોનોમી માટે સારા સમાચાર આવ્યા છે જેનાથી દુનિયાના બધા દેશોને રાહત થઈ શકે છે. યુએસ જીડીપીમાં ૨.૮ ટકાનો વધારો થયો છે અને અમેરિકન ગ્રાહકોએ ખર્ચ કરવાનું ચાલુ રાખ્યું છે. તેના કારણે જીડીપીને ફાયદો થયો છે. ફુગાવો પણ અંકુશમાં છે ત્યારે યુએસ ફેડ વ્યાજદરમાં કાપ મૂકશે તેવી આશા છે.

અમેરિકન ઈકોનોમીમાં અણધાર્યો સુધારો જાેવા મળ્યો છે. એપ્રિલથી જૂન મહિનાના જીડીપીના આંકડા આવી ગયા છે જે મુજબ અમેરિકન ઈકોનોમી સોલિડ રીતે ગ્રોથ કરી રહી છે. બીજા ક્વાર્ટરમાં અમેરિકન ઈકોનોમીનો ગ્રોથ રેટ એટલે કે જીડીપીનો ગ્રોથ રેટ ૨.૮ ટકા નોંધાયો છે. અર્થતંત્ર વિશે સારા સમાચાર આવતા જ શેરબજારમાં ઉછાળો આવ્યો હતો પરંતુ પછી બધું સેટલ થઈ ગયું હતું.

અમેરિકામાં જીડીપીના ગ્રોથના આંકડા બહુ જાેરદાર છે અને ઈકોનોમિસ્ટોએ જે અપેક્ષા રાખી હતી તેના કરતા પણ સારો દેખાવ જાેવા મળ્યો છે. જીડીપી રિપોર્ટ કહે છે કે અમેરિકામાં બિઝનેસિસ રોકાણ કરી રહ્યા છે અને ગ્રાહકો પોતાનું પર્સ ખોલીને ખર્ચ કરવા માટે તૈયાર છે. ગ્રાહકોએ ખર્ચ કરવાનું બંધ નથી કર્યું તે સારી વાત છે કારણ કે તેનાથી જ ઈકોનોમી ચાલે છે. બીજા ક્વાર્ટરમાં અમેરિકન જીડીપીમાં ૩૬૦ અબજ ડોલરનો વધારો થયો હતો અને ૨૮.૬૩ ટ્રિલિયન ડોલર સુધી જીડીપી રહોંચી ગયું છે. પ્રથમ ક્વાર્ટરમાં અમેરિકન જીડીપીમાં ૪.૫ ટકાનો વધારો થયો હતો.

આ ઉપરાંત ફુગાવો પણ થોડો કન્ટ્રોલમાં આવ્યો હોય તેમ લાગે છે અને ફેડરલ રિઝર્વે ફુગાવા માટે બે ટકાનો ટાર્ગેટ રાખ્યો છે અને ફુગાવો એ જ દિશામાં જઈ રહ્યો છે. યુએસ ઈકોનોમી વિશે બહુ ચિંતા કરવામાં આવતી હતી પરંતુ તેમાં હવે સોફ્ટ લેન્ડિંગ જાેવા મળી શકે છે. એટલે કે ફુગાવો ઘટી રહ્યો છે, પરંતુ રિસેશનની બીક નથી.

લેટેસ્ટ જીડીપીના આંકડા પ્રમાણે બીજા ક્વાર્ટરમાં અમેરિકન ગ્રાહકોએ ચીજવસ્તુઓની ખરીદી વધારી હતી અને કન્ઝ્‌યુમર ડિમાન્ડનો દર ૨.૯ ટકા કરતા વધુ છે. આંકડા સાબિત કરે છે કે ઈનફ્લેશનને કન્ટ્રોલમાં રાખવાના ફેડના પગલાં અસરકારક સાબિત થયા છે અને અમેરિકન ઈકોનોમી માટે આ સારી વાત છે. બાઈડન એડમિનિસ્ટ્રેશન માટે આ આશાના સંકેત છે કારણ કે ઈલેક્શનમાં તેઓ આ મુદ્દાનો ઉપયોગ કરી શકે છે. ગયા જુલાઈમાં અમેરિકામાં ફુગાવો એટલો વધ્યો હતો કે ૨૩ વર્ષની ટોચ પર પહોંચી ગયો હતો. ફેડ રિઝર્વે તેને કન્ટ્રોલમાં રાખવા માટે વ્યાજના દરમાં આક્રમક રીતે વધારો કરવો પડ્યો હતો. પ્રેસિડન્ટ જાે બાઈડને પણ તરત આ તક ઝડપી લીધી અને ગુરુવારે તેમણે જાહેરાત પણ કરી દીધી કે આજે જીડીપીના જે આંકડા આવ્યા તેના પરથી સાબિત થઈ ગયું છે કે અમેરિકાની ઈકોનોમી સૌથી પાવરફૂલ છે. પરંતુ અમેરિકાની ઈકોનોમીમાં કેટલીક એવી બાબતો પણ છે જે ચિંતા પેદા કરે છે. જેમ કે, જાેબ માર્કેટ હજુ પણ ટફ છે. એક વખત જાેબ જાય તો નવી જાેબ શોધવી મુશ્કેલ છે. મકાનોના ભાવ પણ અત્યાર સુધીમાં સૌથી હાઈ લેવલ પર છે. મોર્ગેજ રેટ વધી ગયા છે અને લોકોને ઘર ખરીદવા પોસાતા નથી. લોકોને ઘર ભાડે રાખવા પણ પોસાતા નથી તેથી ઘર ખાલી કરવા પડે છે. હવે આગામી અઠવાડિયે ફેડના અધિકારીઓની બેઠક મળશે જેમાં વ્યાજના દર વધારવા, ઘટાડવા કે સ્થિર રાખવા તેના વિશે ર્નિણય લેવામાં આવશે. એેક વાત સ્પષ્ટ છે કે ફેડના ઓફિસરો અત્યાર સુધી ઈકોનોમીના પરફોર્મન્સથી ખુશ હશે. વોલ સ્ટ્રીટ એટલે કે અમેરિકન સ્ટોક માર્કેટ માને છે કે સપ્ટેમ્બરમાં ફેડ રેટ કટ વિશે ર્નિણય લે તેવી શક્યતા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution