અમદાવાદ અમદાવાદ જગન્નાથ રથયાત્રાને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. કેબિનેટ બેઠક બાદ આ મહત્વની બેઠક મળી હતી જેમાં રથયાત્રાની સુરક્ષાને લઈ અલગ અલગ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહ વિભાગ તેમજ પોલીસના ઊચ્ચ આધિકારીઓ હાજર રહ્યા હતા. શહેર પોલીસ કમિશનર આ બેઠકમાં હાજર રહ્યા હતા. ઉત્તરપ્રદેશની હાથરસની ઘટનાને લઈ અમદાવાદની રથયાત્રામાં ભાગદોડ ન થાય તેના માટે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ લોકોને અપીલ કરી હતી કે ભગવાનના દર્શન લોકો દૂરથી કરે. દર્શન માટે ધક્કામુકી કરે નહીં. રથયાત્રાને લઈ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરેક લોકો ભગવાનના દર્શન રથની નજીકથી જ કરે તે જરૂરી નથી. દૂરથી ભગવાનના દર્શન કરી શકાય છે. શહેરના જગન્નાથ મંદિરેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી સુદ બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા ધૂમધામથી નીકળવાની છે. ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જાેડાતા હોય છે. આથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિમય માહોલમાં રથયાત્રા નીકળી શકે તે માટે ચુસ્ત સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ પોલીસ તંત્ર,ક્રાઇમ બ્રાન્ચ,સાયબર ક્રાઇમ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ સજ્જ થઈ છે બે દિવસ અગાઉ અમદાવાદ પોલીસના ઊચ્ચ અધિકારીઓ દ્વારા એર સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા પૂરજાેશમાં તૈયારીઓ ચાલી રહી છે, સંવેદનશીલ વિસ્તાર અને રુટ પર ક્રાઇમ બ્રાન્ચે ફૂટ પેટ્રોલિંગ, મેપિંગ,છૈંસહિત અનેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સાથે જ અલગ અલગ વિસ્તારોમાં ૧૫૦૦ થી વધુ કેમેરા,પોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા,ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ વખતે ભારત-પાકિસ્તાન બોર્ડર પર સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતું ઇઝરાયેલી ટેકનોલોજીનું હીલિયમ એરોસ્ટે બલૂન રથયાત્રામાં વપરાશે. આ બળુંમાં ૩૦૦ મીટરની ઊંચાઈથી હાઇ રિઝોલ્યૂશન કેમેરા સાથે એક્ટિવ કરાશે. જે પાંચ કિલોમીટર વિસ્તારને કવર કરશે. રથયાત્રાને અનુલક્ષીને ક્રાઇમ બ્રાન્ચ ચાંપતી નજર રાખી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રાના રુટ પરથી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કર્યું છે. જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થવાની છે એ તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
ભગવાન જગન્નાથનું લાખેણું મામેરુંઃ સોના-ચાંદીના ઘરેણાં સાથે રજવાડી ચંદનહાર અર્પણ કરાયો
જેઠવદ અગિયારસના દિવસે અમદાવાદના સરસપુરમાં આવેલું રણછોડજી મંદિર જે ભગવાન જગન્નાથજીના મોસાળ તરીકે ઓળખાય છે, ત્યાં ભગવાનનું મામેરું કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનું મોરપીંછ અને હાથીની થીમ આધારિત વેલ્વેટના વાઘા, મુગટ, ઘરેણા, આભૂષણો સહિતનું લાખેણી મામેરું ભરાયુ હતું. ઘણા સમયથી ભગવાનના મામેરાના દર્શન માટે આતુર ભક્તો ભગવાન જગન્નાથના લાખેણી મામેરાના દર્શન કરી ઝૂમી ઊઠ્યાં હતાં. ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી મોરપીંછ અને હાથીની થીમ આધારિત વેલ્વેટના વસ્ત્ર પહેરીને નગરચર્યાએ નીકળશે. આ વર્ષે ભગવાન જગન્નાથજીના વસ્ત્ર લીલા અને વાદળી રંગમાં અન તેમની પાઘડીમાં મોરપીંછથી સુશોભન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભગવાનને સોના ચાંદીના ઘરેણા પણ અર્પણ કરવામાં આવ્યા છે. આ વર્ષે ભગવાનને ખાસ રજવાડીચંદનહાર અર્પણ કરવામાં આવશે. તદુપરાંત બહેન સુભદ્રાજીને સોનાની નથડી, હાર બાજુબંધ સહિતની વસ્તુઓ અને ચાંદીના પાયલ પણ અર્પણ કરવામાં આવ્યા છે.અષાઢી બીજના દિવસે બેન સુભદ્રાજી શોળે શણગાર સજીને તેમના ભાઈઓ સાથે નગરચર્યાએ નીકળવાના છે. આ માટે સાજશણગારની તમામ વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવી છે. તદુપરાંત સરસપુરમાં મામાના ઘરે ચાંદીની ગાય અને તુલસી ક્યારો મામેરામાં સાથે આપવામાં આવશે. દર વર્ષે ભગવાન જગન્નાથજીને મામેરા ભરવા માટે વર્ષોનું વેટિંગ હોય છે. ત્યારે આ વર્ષ મામેરાનો લાભ અમદાવાદના વસ્ત્રાલના પ્રજાપતિ પરિવારને મળ્યો છે.